________________ - આપવીતી સહુને મળી લીધું અને મારો સરસામાન બાંધીવટી તૈયાર કર્યો. આ દિવસો દરમ્યાન પ્રોફેસર લેનમને મને બે ત્રણ વખત ચિઠ્ઠીઓ મોકલી તેડાં કર્યો, પણ તેની ચિઠ્ઠીઓમાં કંઈ બીક દેખાડી હશે એમ માની મેં તે ઉઘાડી જ નહિ અને સ્ટીમર ઉપર ગયા પહેલાં હું તે ઉઘાડવાનો પણ નથી એવું દા. લુસ મારફત મેં તેને કહેવડાવી દીધું ! તેણે ફરી દા. વુક્સ મારફત મને જમવાનું નિમંત્રણ મોકલ્યું; પણ હું એકલે તેમની પાસે આવવા રાજી નથી, જે દા. લુસ મારી સાથે આવે તે જ હું આવું, એવો મેં ઉત્તર મોકલ્યો. મતલબ કે, છેવટ સુધી પ્રો. લેનમનની અને મારી તેને ઘેર કે બીજી કઈ જગ્યાએ મુલાકાત થઈ નહિ. એક બે વખત તે મારી એારડીએ આવ્યા, પણ બે ચાર શબદ બોલવા ઉપરાંત વધુ કંઈ જ વાત ન થઈસ્ટીમર ઉપડવાને ત્રણ ચાર દિવસ હતા ત્યારે મેં કૅબ્રિજ છોડયું. આ ચાર દિવસ ન્યુયોર્કમાં ગાળી શહેર આખું જોઈ લેવું એવો વિચાર હતો. દવુસે ન્યુર્કમાં હાર્વર્ડ કલબમાં ઊતરવાની મારે સારુ અગાઉથી જ ગોઠવણ કરી રાખી હતી. વાઈસબુખ કરીને એક યહૂદી વિદ્યાર્થી હાર્વર્ડમાં હતો. તેને પિતા અને ભાઈ ન્યુયોર્કમાં રહેતા હતા. વાઈસબુખના કાગળ ઉપરથી તેઓ મને સ્ટેશને લેવા આવ્યા હતા અને તેમણે મને કશી અડચણ પડવા ન દેતાં હાર્વર્ડ કલબમાં પહોંચાડ્યો. હું ન્યુયોર્કમાં રહ્યો તેટલા દિવસ તેમનામાંથી એક જણ મારી સાથે આવી મને જવું હોય ત્યાં ફરવા લઈ જતા અને જોવા લાયક સ્થળો દેખાડતા. એક દિવસ મિ. વાઈસબુખ મને હિપોમમાં લઈ ગયા. હિપોડમ ન્યુયોર્કનું એક મોટું ભવ્ય થિયેટર છે. અને તેમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust