________________ 294 આપવીતી કાઢી. સવારી ખૂબ ધૂંઆપૂંઆ થઈ, પણ અંતે મારા કહ્યા મુજબનું પ્રમુખની સહીવાળું કરારનામું લખી આપ્યું. આ કરારનામાની રૂએ હું મુંબઈથી નીકળ્યો તે દિવસથી માંડીને માસિક પાંચસો રૂપિયા એટલે વરસના બે હજાર ડોલરને પગાર મને મળે એમ થયું અને તે દિવસથી અત્યાર લગી ખર્ચને માટે મને અપાયેલાં નાણાં બાદ જતાં બચતી રકમ મને મળી. આમ એકસામટા સાત આઠ સે ડોલર મારા હાથમાં આવ્યા. આ રકમ મેં એક બેંકમાં મૂકી. આ પછી દર મહિનાને પગાર નિયમિતપણે યુનિવર્સિટીના ખજાનચી તરફથી જ મને સી મળવા લાગ્યો. બીજો સવાલ, “વિશુદ્ધિમાર્ગ'ના તંત્રી તરીકે લેનમનનું અને મારું એમ બે નામ પૂંઠા ઉપર છપાય એ હતો. એકાકુરાનું કહેવું એવું હતું કે આ સવાલનો નિકાલ પણ પગારના નિકાલ સાથે જ કરી લેવો. પણ તેમ કરવાથી લેનમન ખૂબ નારાજ થાય અને બિલકુલ કરાર જ કરતાં છટકી જાય એ વિષે મને શંકા નહોતી, તેથી આ સવાલ તે વખતે મેં એમ ને એમ રહેવા દીધો. પણ છેવટે કામ પૂરું થતાં લેનમનને, પૂંઠા ઉપર નામ કઈ રીતે છપાશે, એવો મેં સવાલ કર્યો. તેણે સંપાદક તરીકે પોતાનું નામ અને વૉરનની હસ્તલિખિત પ્રતે ઉપરથી તેમ જ મારી મદદથી આ ગ્રંથ તૈયાર કર્યો છે એમ પોતે પૂઠા ઉપર છાપશે, એ જવાબ આપ્યો. મેં કહ્યું કે, “એમ કરવું કદી વાજબી નહિ કહેવાય. વોરનની અત્યંત મહેનત અને ઉદારતાથી આ કામ આટલે આવ્યું છે. તેણે જ સ્થાપેલા ફંડમાંથી આજ સુધી મારો પગાર અપાયો છે. તેથી કાં તો વોરનલૅનમન-કોસંબી એમ . . .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust