________________ અમેરિકાની સફર. 24 જણાવ્યો. પ્ર. લેનમને મને રહેવા વેર હાઉસમાં જ ઓરડી આપીને તેમ જ ખરચખૂટણ માટે બહુ જ નાની રકમ આપીને મને નારાજ કર્યો હતો, એ વાત દા. વુના ધ્યાનમાં હોવાથી તેમણે મને સીધે આગ્રહ ન કરતાં એકાકુરા નામના જાપાની ગૃહસ્થ મારફત આગ્રહ માંડ્યો. મિ. એકાકુરા બેસ્ટનના સંગ્રહસ્થાનની પૌરસ્ય શાખાના મુખ્ય અમલદાર હતા, અને મારે તેમની જોડે સારી મૈત્રી હતી. એક તો તેમને પૂર્વ તરફના લેકે વિષે બહુ માન હતું અને બીજું હું બૌદ્ધ હતો. આથી તે મારા ઉપર સારે નેહ રાખતા. એક વખત તેમણે દા. વંસના કહેવાથી હાર્વર્ડમાં વધુ રહેવા સારુ મને આગ્રહ કર્યો. તે ઉપરથી મેં તેમને બનેલી બધી હકીકત મૂળથી માંડીને કહી. એ સાંભળી તેમને બહુ ખોટું લાગ્યું. હિંદુસ્તાનથી આવતા પહેલાં જ મેં ચોકસ શરત ન કરી એ મારી ભૂલ થઈ એમ તેમને લાગ્યું. પછી તેમણે કહ્યું, “બન્યું તે બન્યું, હવે તે ન બન્યું થવાનું નથી. પણ હવે પછી પણ જો લૅનમન તમારી જોડે વધુ સારી રીતે વર્તવા બંધાતો ન હોય તે તમે પાછા સ્વદેશ જાઓ. અને તેમ કરવામાં તમને પૈસાટકાની મદદ જોઈશે તે તે હું આપીશ. તમારી મરજી હોય તે હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રમુખને મળીને તેના કાન ઉપર પણ હું આ વાત નાખું.” પણ પ્રમુખ પાસે ઓકાકુર મારફત તેવી ફરિયાદ લઈ જવી એ મને ઠીક ન લાગ્યું. છતાં જે પ્રો. લૅનમન યુનિવર્સિટીના પ્રમુખને દરમ્યાન રાખીને શરતો ન લખી આપે તે એકાકુરાની મદદ લઈને સ્વદેશ પાછું ફરવું એવું તો મેં નક્કી કર્યું જ, અને પછી તક જોઈને લેનમન આગળ વાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust