________________ અમેરિકાની સફર - 291 મારી પાસે 50 ડોલર છે કે કેમ એવો મુખ્ય અમલદારે મને સવાલ કર્યો. મેં કહ્યું, “મારી પાસે 80 ડોલર છે. વધુ જોઈતા હોય તો પણ બંદર ઉપર ઊતરતાવેંત હું મારા મિત્ર પાસેથી મેળવી શકીશ.' તેણે કહ્યું, “ના ના, તમે રખે ખોટું લગાડતા, અમારે ત્યાં એ કાયદો છે તેથી પૂછવું પડ્યું. ડૉલર કાઢી બતાવવાની કંઈ જરૂર નથી, તમારી વાત હું માનું છું.' પછી હું બંદર પર ઊતર્યો. દા. વુલ્સને આવતાં જરા વિલંબ થયો, પણ પાંચ દશ મિનિટ નહિ થઈ હોય એટલામાં તે આવી પહોંચ્યા. સાથે જ છાપાંને એક બે ખબરપત્રીઓ પણ મારી આસપાસ હાજર ! તેમણે તરેહવાર સવાલોનો મારા ઉપર મારો ચલાવ્યો ! “હાર્વર્ડ યુનિવૅસિટીમાં જનારા હિન્દી ગૃહસ્થ તમે જ કે?' વગેરે તેમના સવાલે પરથી મને થયું કે દા. વસે છાપાંવાળાંઓને આ ખબર આપી હશે. મેં તેમને પૂછયું પણ તેઓ તો કહે, “મને કઈ છાપાના ખબરપત્રી નથી મળ્યા અને મળ્યા હોત તો પણ હું કંઈ એમને દાદ ન દેત. પણ તમારા વિષે તો કાલનાં ઘણાં છાપાંઓમાં ખબર છપાઈ છે ! અરે આ છાપાવાળાઓનું તો પૂછો જ ના. આ લોકોએ પોતાના અખબારેમાં તમારી મગજમાંથી દોરેલ એકાદ ચિત્રવિચિત્ર છબી આ ખબરની સાથે જ ન છાપી મારી એ જ મોટું સદ્ભાગ્ય સમજે !" આ ખુલાસો સાંભળીને પેલો વાયરલેસવાળો અમલદાર સ્ટીમર પર શું કરવા મને બધું વળીવળીને પૂછતો હતો એ વિષે મને શંકા ન રહી. ખબરપત્રીઓને દ. વસને હવાલે કરી હું છૂટયો. દા. વુક્ષે જતાં જતાં તેમની સાથે થોડાક શબ્દોમાં વાતચીત કરી લીધી. પણ મારું ઠેકાણું તો તેમણે ટપકાવી જ લીધું ! Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.