Book Title: Aapviti
Author(s): Dharmanand Kosambi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 300
________________ ૨૯ર આપવીતી | મારો બધો સામાન એક એકસ્પેસ કંપનીને સોંપી દઈ દા. વુલ્સ મને હાર્વર્ડ યુનિયન કલબમાં લઈ ગયા. થેડા દિવસ તે મારી રહેવાની સગવડ ત્યાં જ કરવામાં આવી. પણ ચાર પાંચ દિવસમાં પ્રોફેસર લેનમન અને દા. વચ્ચે અંદર અંદર કંઈ મસલત કરી લીધી અને વોરન હાઉસમાં મને એક ઓરડી આપવામાં આવી. આ બહુ અગવડભરેલી હતી. મને ત્યાં રહેવું બિલકુલ ન ફાવે. આથી દા. વચ્ચે મારી સાથે આવી ફેલ્ટન હોલ નામના મકાનમાં એક સરસ એારડી લઈ આપી. આનું ભાડું દર મહિને 60 રૂપિયા હતું! આ પ્રમાણે રહેવાની સગવડ થઈ અને મેં પ્ર. લેનમનની સાથે મળી “વિશુદ્ધિ માર્ગ'નું કામ કરવાની શરૂઆત કરી. પહેલાં એક બે અઠવાડિયાં તો તેમને મારા કામની બહુ ઉપયોગિતા ન જણાઈ રન ફંડમાંથી મારું ખરચ આપવા પણ તે આરંભમાં નારાજ હતા, એમ દા. વુક્ષે મને કહ્યું; પણ થોડા દિવસ પછી મારી ઉપયોગિતા જણાતાં મને દર વર્ષે 800 ડોલર આપવાનું કબૂલ કરવામાં આવ્યું. પૂનાના ઘરખરચ માટે દરમહિને સાઠ રૂપિયા મોકલવા પડતા, અને સિવાય અહીંનો ખરચ વગેરે કાઢતાં આ બહુ ઓછું પડતું. તે પણ આવી દશામાં મેં આઠ દશ મહિને કાઢયા. “વિશુદ્ધિમાગનું સંશોધન પૂરું થતાં કેબ્રિજ (હાર્વર્ડ)માં મારે નથી રહેવું એવો વિચાર મેં દા. વલ્સને ઘણી વાર * એકસ્પેસ કંપની એટલે સામાનને તેની યોગ્ય જગ્યાએ અમેરિકામાં સામાનના મેટા દાગીને આવી કંપનીઓ મારફત જ મેકલવા પડે છે. P.P. Ac. Sunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318