________________ પાર : 2 22માંથી અમેરિકાની સફર 283 ફ્રાન્સની આગગાડીઓ બહુ સગવડવાળી નથી હોતી. અમે પહેલા વર્ગનાં ઉતારુઓ હતાં તોપણ ડબામાં સૂવાની સગવડ બિલકુલ નહોતી ! માંડ માંડ બેસવા જેટલી જગ્યા હતી. બીજા બે ત્રણ એસારુ અમારા ડબામાં હતા. તેમાં એક મુસલમાન વિદ્યાર્થી હતો. તે કાન્સનો સારો માહિતગાર હોવાથી અમને ઠીક ખપ આવ્યો. હવે પછી થોમસ કુકનું શરણુ શોધવાનો અમારે પ્રસંગ રહ્યો નહિ. બીજે દિવસે સવારે અમે પારીસ પહોંચ્યાં. એક સ્ટેશનથી બીજે સ્ટેશન જવા અમે મોટર ભાડે કરી અને પારીસ પર ઊડતી નજર નાખીને શહેર સોંસરાં અમારે સ્ટેશને પહોંચ્યાં. પેલા મુસલમાન વિદ્યાર્થીએ રસ્તામાં કેટલાંક સ્થળો બતાવ્યાં. પણ મોટરમાંથી ઊતરી એ બધું નિહાળીને જોવાની ફુરસદ અમને નહોતી. કેલે જતી ગાડીના સ્ટેશન આગળ જ પારીસમાં એક મોટી હોટેલ છે ત્યાં અમે બધાએ જમી લીધું. બધા પૈસા જો કે હું ચૂકવતે હતો છતાં પેલા જુવાન મુસલમાન વિદ્યાથીએ તે ન લેતાં પોતે જ બિલ ચૂકવ્યું. પારીસથી કે અમે કેટલા વાગ્યે પહોંચ્યાં તે અત્યારે બરાબર યાદ નથી. પણ ત્યાં મહારાજા હલકરવાળી પી. ઓ. કંપનીની સ્પેશ્યલ ટ્રેન અને અમારી ટ્રેન ભેગી થનાર હતી એટલું યાદ છે. મહારાજા કદાચ અમારી પહેલાં જ ઇંગ્લિશ ચેનલ ઊતરી ગયા હોય પરંતુ ડાવરથી તે તેઓ જે ગાડીમાં જનાર હતા તે જ ગાડીમાં અમારે પણ જવાનું હતું. એટલે તે સ્ટેશને તેમનો ખાસ ડઓ શેધી કાઢી સૌ. સીતાબાઈ તથા તેમનાં દીકરીને મેં ત્યાં પહોંચતાં કર્યા અને હું પાસેના બીજા એક ડબામાં બેઠે. સ્ટેશને ભીડ ખૂબ હતી. મારો સામાન ઊંચકી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust