________________ 284 - આપવીતી લાવનાર મજૂરની અને મારી નજરચૂક થવાથી તે ભળતે જ ઠેકાણે ચડી ગયો અને આખી ગાડી ફરી વળીને અંતે ઘણી વારે મને શોધી કાઢી મારે સામાન મને સોંપ્યો, ને સામાન તપાસી લેવા કહી પિતાની મજૂરી માગી. મેં તે ચૂકવી આપી. અહીંથી લંડનના ચેરિંગ ક્રોસ સ્ટેશન સુધી મેં એકલા મુસાફરી કરી. અહીં એક બે પંજાબી વિદ્યાર્થીઓ મળી ગયા. ચેરિંગ ક્રોસની હોટેલમાં 18 શિલિંગ આપી હું એક રાત રહ્યો. બીજે દિવસે સવારે લિવરપુલ જવા ઊપડ્યો. કારણ દા. વુના મિત્ર લિવરપુલવાળા આચંડિકન પાસેથી ક્યાં રહેવું, અમેરિકા જનારી સ્ટીમર ક્યારે મળશે, વગેરે માહિતી માટે મેળવવી રહી હતી. લિવરપુલને સ્ટેશને ઊતર્યા પછી દા. વુડસનો કાગળ હાથમાં લઈ તેમાં લખેલ આર્ચડિકનનું ઠેકાણું હું જેને તેને પૂછવા લાગે. પણ તપાસ કરતાં જણાયું કે સદરહુ આચંડિકનને ગુજરી ગયે તો એક વર્ષ થઈ ગયું ! અંતે એક ગાડીવાળે મને ઠેઠ લિવરપુલના બિશપને ઘેર લઈ જઈ, ત્યાં આચંડિકન કોણ છે વગેરે તપાસ કરી જેવા કહ્યું. બિશપ સાહેબ ફાટકમાં ગાડી આવતી જોતાં જ બહાર આવ્યા અને મને પોતાના દીવાનખાનામાં તેડી જઈ ખુરશી પર બેસાડી આવવાનું પ્રયોજન પૂછ્યું. મેં પેલા ડિકનનું ઠેકાણું પૂછયું એટલે તે બોલ્યા કે, “આજે તેઓ હયાત નથી, પણ તેમને બદલે મારાથી તમને કશી મદદ થઈ શકે એમ હોય તો નિઃસંકોચે કહે.' કહ્યું: “આ દેશમાં હજી તાજે જ આવું છું તેથી મને અનુકૂળ પડે એવી કોઈ હોટેલ મને ઊતરવા સારુ બતાવો. અમે હિંદુઓ મોટે ભાગે શાકાહારી હોઈએ છીએ, એ તો આપ જાણતા જ હશે.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust