________________ અમેરિકાની સફર 285 બિશપ સાહેબે કહ્યું, ‘હિંદુ લોકે વિષે મેં ખૂબ વાંચ્યું તેમ જ સાંભળ્યું છે અને તેથી તેમને વિષે મારા મનમાં ખૂબ આદર છે. મારા ઘરની પાસે જ એક ટેમ્પરન્સ હોટેલ છે. ત્યાં તમારી સરસ ગોઠવણ થઈ શકશે. છતાં કંઈ અડચણ પડે તો હું તમારી પાડેશમાં જ છું. મને કહેજે એટલે બીજી સગવડ જોઈ આપીશ.” આમ કહી અત્યંત વિનયપૂર્વક તેમણે મારો ઓવરકોટ મને પહેરાવ્યો અને બહાર આવી મને ટેમ્પરન્સ હોટેલમાં લઈ જવા ગાડીવાળાને ભલામણ કરી. બિશપ સાહેબ ઘરમાં’ ગયા એટલે ગાડીવાળો ભારે આશ્ચર્ય પ્રગટ કરી બોલ્યો કે, “એઓ આ શહેરના બિશપ છે. છતાં તેમણે તમને આટલું માન આપ્યું એ જોઈ મને બહુ નવાઈ લાગી !" મેં કહ્યું: “મોટા માણસનો સ્વભાવ જ એ હોય છે.' પછી ગાડીવાળા મને ટેમ્પરન્સ હોટેલમાં લઈ ગયો. અને ત્યાંના મેનેજરને મને બિશપ સાહેબે મોકલ્ય છે વગેરે ભલામણ કરી, કશો વાંધે તકરાર ન કરતાં પ્રસન્નતાપૂર્વક ભાડું લઈ ચાલતો થયો. સ્ટીમર ઉપર તો હિંદીઓની સબત હતી એટલે આનંદવિનોદ થતાં. ઉપરાંત સાથે વાંચવાને પુસ્તકો પણ હતાં. પણ તે બધાં માર્સેસથી પેટીમાં ભરી પેટી થોમસ કુકની ઓફિસમાં મોકલી આપેલ હોવાથી હવે મારી પાસે વિનોદનું કશું જ . સાધન ન રહ્યું. અજાણ્યા ગામમાં હોવાથી બહાર ફરવા જવું પણ જરા જોખમકારક લાગ્યું. થેમસ કુકની ઓફિસ ગોતી સામાનની તપાસ કરીપણ સામાન હજી આવ્યો નહોતો. આ હોટેલમાં થોડાં વાંચવાનાં પુસ્તકે રાખેલાં હતાં, પણ તેમાં મને ગમે એવું એકે નહોતું. છાપાં વાંચતો પણ તેમાં ઘણાંખરાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust