________________ 288 આપવીતી વિચાર કરી બધે સામાન ટેમ્પરન્સ હોટેલમાં રાખી અને ફક્ત જરૂરગાં કપડાં સાથે રાખી હું માન્ચેસ્ટર ગયા. ત્યાં દ. સુખઠણકરે પિતાના સસરા રેવરંડ બિશપને ભારે વિષે લખી રાખ્યું હતું. અને મારી પાસે પણ તેમને આપવા સારુ શ્રીમતી સુખડણકરનો એક કાગળ હતો. આગગાડીમાંથી બિશપને ઘેર (સ્ટેશનથી તેમનું ઘર ખૂબ આવ્યું હતું) પહોંચે. ઘર મેં આટલું જલદી શોધી કાઢયું તેની રેવરંડ સાહેબને પણ નવાઈ લાગી ! તેમણે પિતાને જ ઘેર મને ઉતારે આપ્યો અને એક જ દિવસમાં મને આખું માન્ચેસ્ટર શહેર ફેરવી લાવ્યા. બીજે દિવસે તે મને યુનિટરિયન કૅલેજના પ્રિન્સિપાલની મુલાકાતે લઈ ગયા. મારી ઓળખાણ કરાવતાં રેવરંડ બિશપે હું પાલિ ભાષાના ગ્રંથનું સંશોધન કરવાને અમેરિકા જાઉં છું વગેરે વાત કરી. આ ઉપરથી પ્રિન્સિપાલ સાહેબ એચર્યા, “આ જંગલી લોકોની ભાષા પાછળ અમેરિકન લોકોને આવડે પ્રેમ છે?” જરા રહીને જમવાની તૈયારી કરવા તે ઊઠી ગયા. રેવરંડ બિશપ શાકાહારી હતા અને મને પણ માંસ ખપતું નથી એમ જ્યારે તેમણે કહ્યું, ત્યારે પ્રિન્સિપાલ સાહેબ વળી વિદ્યા: “તમે ઘાસખાઉ લોક શું જોઈને આ દેશમાં આવતા હશે?” હું તો તેમનું આ બધું વર્તન જોઈ બળી ઊડ્યો. ટેબલ ઉપર મારી પડખે એક વિદ્યાર્થી બેઠે હતો તે મને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. મેં કહ્યું, “એક ધાર્મિક કોલેજના આચાર્યના મગજમાં આટલી રાઈ ભરી છે તો પછી અંગ્રેજ અધિકારીઓ હિન્દુસ્તાનની રાંકડી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust