________________ * અમેરિકાની સફર 287 અજાયબી દર્શાવી કહ્યું, “અરે વાહ! તમને કાલ માર્કસની પણ ખબર નથી ? એ તો આજના સેશિયાલિઝમને પિતા છે. ઇંગ્લંડના કેર હાર્ડ વગેરે બધા તેના અનુયાયી છે.” મેં કહ્યું, “આ સેશિયાલિઝમ વળી શું છે? અમારા હિંદુસ્તાનમાં તે આવી જાતની કઈ હિલચાલ નથી. તેણે કહ્યું, “યુરોપમાં મહિનોમાસ : રહેશે એટલે સોશિયાલિઝમની તમને આપોઆપ ખબર પડી રહેશે. છતાં જે તમારી મરજી હોય તો ચાલો હું તમને આ વિષયનાં કેટલાંક પુસ્તક અપાવું. પાંચ છ પેન્સ ખર્ચો કે તમને સોશિયાલિઝમ શું છે એની બધી ખબર પડી રહેશે.” આમ કહીને તે મને પડોશમાં આવેલી એક ચોપડીઓની દુકાને લઈ ગયો અને ત્યાંથી ખેચફર્ડનાં એક બે પુસ્તક લઈ આપ્યાં. તેમાંનું Merrie England . નામનું પુસ્તક (આની ફક્ત ત્રણ જ પેન્સ કિંમત હતી) મને બહુ ગમ્યું. અમેરિકા પહોંચતાં પહેલાં મેં તે બે વખત વાંચ્યું, પણ તેટલાથી તે સોશિયાલિઝમનો પરિચય મેળવવાની મારી ભૂખ વધી. અમેરિકા જઈને મેં સોશિયાલિઝમ ઉપર જુદા જુદા ગ્રંથકારોને અનેક લેખો અને પુસ્તકો વાંચ્યાં, અને જોન સ્પાર્ગોએ લખેલ કાર્લ માકર્સનું ચરિત્ર પણ આખું વાંચ્યું. - દાક્તર વસે લેલેંડ કંપની મારફત લિવરપુલથી ઠેઠ બોસ્ટન : જવાની ગોઠવણ મારે માટે કરી રાખી હતી. પણ જે દિવસે હું લિવરપુલ પહોંચ્યો તે જ દિવસે આ કંપનીની સ્ટીમર ઊપડી ગઈ તેથી બીજી સ્ટીમર ઊપડે ત્યાં સુધી આઠ દશ દિવસ મારે વાટ જોવી રહી. મારે ડચ મિત્ર પણ ટેમ્પરન્સ હોટેલ છોડી બીજે ઠેકાણે રહેવા ગયો ને હું એકલો પડ્યો. તેથી વચમાં એકાદ બે દિવસ માન્ચેસ્ટર જોઈ આવવાનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust