________________ અમેરિકાની સફર - 281 બહુ વધારે ભયંકર તોફાનો થાય છે, અને તેમણે તે મારી પેઠે જ સીધી લંડનની ટિકિટ કઢાવેલી. તેથી હવે તે ટિકિટ બદલાવી નાંખીને માર્સેલ્સને રસ્તે જવાને તેમણે વિચાર કર્યો. પણ આ કામમાં મોટી અડચણ એ હતી કે, મહારાજા હલકર, ગાર રક્ષક, અને બીજા રસાલાને માર્સેલ્સથી કેલે જનારી સ્પેશ્યલ ટ્રેનમાં મેકલવાની ગોઠવણ કરવામાં આવી હતી. આમાંના એકાદ જણને પાછળ રાખીને શ્રી સીતાબાઈ જોડે રહેવાનું કરી શકાત. પરંતુ તે પ્રમાણે કેમ કરવામાં ન આવ્યું તે મને સમજાયું નહિ. અડચણ માર્સેલ્સથી કેલે સુધીની જ હતી. ત્યાં મહારાજાની ખાસ ટ્રેન અને અમારી ટ્રેન ભેગી થવાની હતી. આથી સૌ. સીતાબાઈએ મહારાજાના રક્ષકને પોતાની ટિકિટ બદલાવી મંગાવવા કહ્યું, પણ તે ગૃહસ્થ તેમને એકલાં આવવા હા ન પાડે. અંતે સીતાબાઈએ મારું નામ સૂચવ્યું. સાહેબે મને પૂછ્યું કે, “બાઈના સામાન વગેરેની જવાબદારી તમે લેવા તૈયાર છે?' મેં કહ્યું, “હું સાવ નવોસવો માણસ છું, પણ મારાથી બનતી બધી મદદ હું કરીશ.” બીજો રસ્તો ન હોવાથી તેણે “વાટમાં કંઈ અડચણ પડે તો તાર કરજે” એમ કહી માર્સેલ્સમાં મહારાજા સાથેની સ્પેશ્યલ ટ્રેન પકડી. સૌ. સીતાબાઈએ પોતાને પૈસે મારી ટિકિટ પણ બદલાવી લીધી હતી. આમ અનાયાસે માંસ દેશમાં એક દિવસની ઉડતી મુસાફરી કરવાની તક મને મળી. - અમે માસને બંદરે ઊતર્યા તે જ દિવસે શહેનશાહ સાતમા એડવર્ડના મરણના સમાચાર સાંભળ્યા. સૌ. સીતાબાઈની સાથે તેમનાં એક દીકરી ઇંદિરાબાઈ પણ હતાં. આ બંને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust