________________ મને સહેજ તાવ આવી ગયો હતો તે પણ અરબી સમુદ્રમાં 24 કલાકની સફર થતાં જ જતો રહી તબિયતને સંપૂર્ણ આરામ લાગવા માંડયો. વળી સ્ટીમર ઉપર માખણ અને પાંઉ વગેરેનો સાદે ખોરાક પણ મારી તબિયતને અનુકૂળ - થઈ પડ્યો. સવારે ઊઠતાવેંત ચા, ડાં ફળ અને બિસ્કૂટ કે પાંઉના બે કટકા એટલું મળતું. પછી 10 વાગ્યે જમવાનું (બ્રેકફાસ્ટ), ફરી 1 વાગ્યે નાસ્તો (લંચ), પછી 4 વાગ્યે ચા, સાંજે 7 વાગ્યે સરસ ખાણું (ડિનર), અને રાત્રે 10 વાગ્યે થોડું વાળું, –એટલું અમને મળતું. કેટલાક યુરોપિયન મુસાફરો આ બધા ઉપર બરાબર હાથ મારતા. પણ હું જે એમ કરવા જાઉં તો મારે સંગ્રહણી રોગ પાછો ઊથલે ખાઈ મરણ જ આવે એમ હતું, તેથી હું તેમ જ બીજા હિંદુ મુસાફરો પણ દિવસમાં બે ત્રણ વખત ફક્ત જરૂર જેટલો જ ખોરાક લેતા. . માત્ર અમારી જોડે એક જુવાન દેશસ્થ બ્રાહ્મણ હતો તે પેલા ગોરા મુસાફરોથી હાર ખાય એમ નહોતું. પહેલે જ દિવસે તેણે હેમ (ડુક્કરનું માંસ), બીફ (માંસ) ઈ. પર રીતસર હાથ મારવાની શરૂઆત મેં તેને મરાઠીમાં પૂછયું, “તમે પિતાને દેશસ્થ બ્રાહ્મણ કહેવરાવો છે અને આ પહેલે જ દિવસે સ્ટીમર ઉપર આવું અભક્ષ્ય ભક્ષણ કરે છે એ કેવું?' તેણે કહ્યું, “ત્રણ ચાર મહિના પર વિલાયત જવાનો મારો નિશ્ચય થયો ત્યારથી જ મુંબઈની હોટેલોમાં જઈ આ બધી ચીજો ખાવાનો મેં ઠીક મહાવરે કરી લીધો છે સમજ્યા કની ?" આ સાંભળી અમે ચૂપ થઈ ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust