________________ 278 આપવીતી. કુટુંબીઓની છેલ્લી વિદાય લઈ હું મુંબઈ આવ્યો અને ત્યાંથી તારીખ ૨૩મી એપ્રિલ ૧૯૧૦ને રોજ પી. એ. કંપનીની મૈન્યુઆ' બેટમાં ઇંગ્લેંડ જવા ઊંપડ્યો. બંદર ઉપર મારા મિત્ર શ્રી. બળવંતરાવ માડગાંવકર વગેરે મને વળાટાવવા આવ્યા હતા. આ જ સ્ટીમરમાં મહારાજા હોલકર વિલાયત જવા નીકળ્યા હતા. તેમની સાથે તેમનાં બહેન શ્રીમંત * સૌ. સીતાબાઈ પણ હતાં; મને આ વાતની મુદ્દલ ખબર નહોતી અને હોત તોપણ તેથી કશો લાભ થયે હોત એમ નહિ. પણ મારા મિત્ર પ્રાર્થનાસમાજના ઉપદેશક શ્રી. વિઠ્ઠલ રામજી શિંદેને આ વાતની ખબર હતી અને સ્ટીમર ઉપર કશી અગવડ પડે તો મને આ શ્રીમંત લોકો તરફથી કંઈ મદદ થાય, એવા ઉદ્દેશથી તેમણે સૌ. સીતાબાઈ સાહેબ ઉપર લખેલો એક કાગળ મને બંદર ઉપર આપે. દા. સુખઠણકરે ઈંગ્લંડના ઘણું ગૃહસ્થ ઉપર ભારે વિષે લખી રાખ્યું હતું. ઉપરાંત દ. લિવરપુલમાં એક માજી આર્ચડિકન (ખ્રિસ્તી પુરોહિત)ને મારી તજવીજ કરી આપવા લખ્યું સ્ટીમર ઉપર મને જે બીજા વર્ગની કેબિન મળી હતી, તેમાં ઈગ્લેંડ જાતો એક જૈન વિદ્યાર્થી અને તેની જ કોમને પારીસમાં ઝવેરાતને ધંધો કરનાર બીજો કોઈ વેપારી, એમ બે ઉતારુઓ હતા. પહેલે દિવસે તે કેટલાક લોકે દરિયાની હવા લાગવાથી “સીક થઈ પડ્યા; પણ હું તો મદ્રાસથી અને કલકત્તાથી રંગૂન જતાં આવતાં ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સ્ટીમરમાં રહેલ તેથી મને જરા પણ અડચણ ન પડી એટલું જ નહિ, પણ મુંબઈમાં બે દિવસ વારંવાર શૌચ જવું પડયાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust