________________ ર૭૬ આપવીતી માસિક 250 રૂપિયાની નોકરી છોડી શ્રીમંત મહારાજા ગાયકવાડે આપેલા 50 રૂપિયાનું વેતન સ્વીકાર્યા માટે મને કદી પણ પસ્તા થયેલ નથી. જે આ વેતન સ્વીકાર્યું ન હોત તે દા. વુલ્સની મને ઓળખાણ ન થાત અને અમેરિકા જવાની તક પણ ન મળત. ઉપરાંત પૂને આવીને રહેવાથી દા. ભાંડારકર સાથે મારે નિકટ સંબંધ બંધાયે, અને પરિણામે મુંબઈ યુનિવર્સિટીમાં પાલિ ભાષા દાખલ થઈ શકી. વળી, મહારાષ્ટ્રમાં વસતા મારા દેશબંધુઓની સેવા કરવાની મારી ઇચ્છા કંઈ પણ અંશે પાર પડી હોય તો તે શ્રીમંત મહારાજા ગાયકવાડના આશ્રયને જ પ્રતાપે; અને મુંબઈ ઇલાકામાં પાલિ ભાષાને પ્રચાર થઈ શક્યો તેનું પણ ઘણુંખરું શ્રેય તેમને જ આપવું ઘટે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust