________________ 17 શ્રીમંત મહારાજા ગાયકવાડને આશ્રય - વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ વિદ્યાપ્રિય દેશી રાજાઓમાં અગ્રસ્થાને છે, એવી તેમની ખ્યાતિ અનેક વર્ષો પહેલાં મારા સાંભળવામાં આવી હતી. ૧૯૦૬ના ડિસેમ્બરમાં ઔદ્યોગિક પરિષદના પ્રમુખ તરીકે તેમનું કલકત્તામાં આગમન થયું. આ વખતે તેમને મળવાની મને ખાસ ઇચ્છા હતી. શ્રી. સત્યેન્દ્રનાથ ટાગોરની અને મારી નેશનલ કોલેજ સ્થપાઈ ત્યારની સારી ઓળખાણ હતી. તેમાંય મહારાષ્ટ્રના લોકે વિષે તેમને મનમાં કંઈક ખાસ આદરભાવ હતો. આથી તેમની પાસે જઈ “મને મહારાજા ગાયક્વાડની જોડે ઓળખાણ કરાવી આપશે ?' એવો મેં સવાલ કર્યો. તેમણે કહ્યું, “મહારાજાને મળવા કરતાં તેમના દીવાન સર રમેશચંદ્ર દત્તને જ મળે. તેમને ને મારે સારી પિછાન છે, અને તેમની મારફત તમારી અને મહારાજાની મુલાકાત થાય એ ઠીક છે.” આટલી વાત થયા પછી તે જ દિવસે કે બીજે દિવસ સત્યેન્દ્રબાબુ મને સાથે લઈને રમેશચંદ્ર દત્તને ઘેર ગયા. પણ દર સાહેબે કહ્યું, “મહારાજાની જોડે મુલાકાત કર્યાથી ઝાઝું વળે એવી મને આશા નથી. બૌદૈધર્મને વડોદરાને કંઈ ઉપગ નથી. અને મહારાજાને પણ એ વિષે બહુ આસ્થા નથી.” આમ ઉડાઉ જવાબ આપીને તેમણે અમને વિદાય કર્યા ! મને તો હવે મહારાજાની મુલાકાતની બિલકુલ આશા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust