________________ શ્રીમંત મહારાજા ગાયકવાડને આશ્રય ર૭૧ યુનિવર્સિટીએ પણ પાલિભાષામાં છપાઈને પ્રસિદ્ધ થયેલ બધાં પુસ્તક લાવવા અને 300 થી 400 રૂપિયાની રકમ આપી હતી. આ વખતે માલમિનવાળા અમારા વિરોને મળવા હું ખાસ ગયો. હવે કે હું સંધમાં નહોતે તોપણ તેમણે મારે સારો સત્કાર કર્યો. મેંગ બા ટુએ લગભગ 250 રૂપિયાનાં પાલિ પુસ્તક મને આપ્યાં. આ પુસ્તકો મને આજે પણ ખૂબ ખપ આવે છે. બકે આ પુસ્તકો વંગર મારું કામ ડગલે ને પગલે અટક્યું હોત અને પાલિભાષા શીખવવાના કામમાં મને હમેશ ખૂબ અડચણ આવી હોત. સપ્ટેમ્બર આખરે હું બ્રહ્મદેશથી કલકત્તે પાછો આવ્યો. મારી ગેરહાજરી દરમ્યાન અહીં કંઈ જુદું જ ચાલી રહ્યું હતું. કલકત્તા યુનિવર્સિટીએ મારો પગાર માસિક 100 રૂપિયા હતો તે વધારીને 250 કર્યો, અને બદલામાં મારી તરફથી ત્રણ વરસ સુધી કલકત્તામાં રહેવાની બંધણી માગી ! આ બધું હરિનાથ દે તેમ જ જસ્ટિસ મુકરજીની મહેનતનું પરિણામ હશે. આ વાતની ખબર પડતાં જ મેં હરિનાથ દેને કહ્યું, તમારી જ ઈચ્છાથી મેં વડોદરાનું વેતન સ્વીકાર્યું. અને હવે તમે જ મને મારા વચનની વિરુદ્ધ વર્તવા કહે છે એ કેવું ?" ઘણી આનાકાની પછી છેવટે તે મને લઈને જસ્ટિસ મુકરજી પાસે ગયા. જસ્ટિસ મુકરજીને પણ મેં એ જ પ્રશ્ન કર્યો. તેમણે કહ્યું કે, “તે વખતે તમારા જેવા સામે અમે કંઈ વાંધો ન લીધે, પણ આજે અમને એમ જણાય છે કે તમારું કલકત્તામાં રહેવું થાય તો પાલિભાષાને વધુ પ્રચાર થાય; અને એટલા જ સાર અમે તમને અહીં રહેવા આગ્રહ કરીએ છીએ. મહારાજા ગાયકવાડને આપેલું વચન કેમ AC. Guna Jun Gun Aaradhak Trust