________________ ૨૭ર આપવીતી તોડાય એમ જે તમને લાગતું હોય તો તમને બીજાં ત્રણ વર્ષ અહીં રહેવા દેવા સારુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે મહારાજાને હું આજે જ તાર કરું, પણ અમારો બેલ ન રાખતાં તમે અહીંથી જાઓ એ ઠીક નહિ.” તે દિવસે ન્યાયમૂર્તિ મુકરજીને હા ના નો જવાબ ન આપતાં વિચાર માટે મુદત માગી લઈ હું ઘેર આવ્યો. ' હવે મારા મનની સ્થિતિ એવી તે વિચિત્ર બની ગઈ. કે કંઈ કહેવાની વાત નહિ. એક તરફ દર મહિને 250 રૂપિયાના પગારને લેભ અને બીજી તરફ ધર્મ ચૂકવાની બીક, આ બે વચ્ચે મારું મન ચકડોળે ચડ્યું. પણ છેવટે ફરજ ન ચૂકવાનો નિશ્ચય દઢ થયા અને મારા મનને નિરાંત વળી. બીજે દિવસ બધાં પુસ્તક પેટીમાં ભરી શ્રી. આનંદરાવ માડગાંવકરની મારફત મુંબઈ રવાના કર્યા. તેમના પિતા શ્રી. દીનાનાથ માડગાંવકરને મેં કહ્યું, “આજે બુદ્ધની અને બોધિસત્ત્વની કૃપાથી મેં લોભ ઉપર વિજય મેળવ્યો છે અને એને મને આનંદ થાય છે !' . પણ હરિનાથ દેને કંઈક ને કંઈક જવાબ આપવો રહ્યો હતો. તેમને મળીને મેં કહ્યું, “મહારાજા ગાયકવાડની રજા અહીં બેઠાં મંગાવવી એ મને બરાબર નથી લાગતું. હું તેમને એક વાર મળું અને પછી જે કંઈ થશે તે જણાવીશ. ત્યાં સુધી યુનિવર્સિટી સિન્ડિકેટને હું કંઈ નક્કી જવાબ આપતો નથી.' હરિનાથ દેએ મને શ્રીમંત ગાયકવાડ મહારાજાને આપવા સારુ એક કાગળ લખી આપ્યું. તેમાં મારા કલકત્તામાં રહેવાથી ખૂબ ફાયદો છે વગેરે બાબતો લખી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust