________________ શ્રીમંત મહારાજા ગાયકવાડને આશ્રય ર૭૩ ન્યાયમૂર્તિ મુકરજી અને હરિનાથ દેની રજા લઈ ૧૯૦૮ના ઑકટોબર મહિનામાં હું મુંબઈ આવ્યા. અને અગાઉથી જ નિશ્ચય કર્યા પ્રમાણે કલકત્તા યુનિવર્સિટીના મહામાત્રને મારું રાજીનામું મેકલી આપ્યું. હરિનાથ દે તેમ જ ન્યાયમૂર્તિ મુકરજીને પણ કાગળથી જણાવ્યું કે, “હું આપનો અત્યંત આભારી છું, પણ ફક્ત પૈસાને ખાતર મેં યુનિવર્સિટીના નવા ઠરાવને સ્વીકાર્યો એમ કહેવાય એ બીકે રાજીનામું આપું છું. શ્રીમંત ગાયકવાડ સરકારે મને મનાઈ કરી હતી કે નહિ એ હું જાણતો નથી. આ બાબત તેમને પૂછવા સુધી જવાની મારી ઇરછી નથી, વગેરે. મુંબઈમાં મારી અને દા. વાસુદેવ અનંત સુખઠણુકરની આ વખતે પહેલી જ ઓળખાણ થઈ. શ્રી. કૃષ્ણરાવ માડગાંવકર અને તેમના નાના ભાઈ શ્રી. બળવંતરાવ માડગાંવકરની પણ આ વખતે પિછાન થઈ. જોતજોતામાં તે દસ્તીમાં પરિણમી. માડગાંવકરે પિતાને બોરીવલીનો બંગલો મને રહેવા સારુ આપ્યો. ત્યાં હું એક બે મહિના સહકુટુંબ રહ્યો. આ જ વખતે અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર દા. જેમ્સ એચ. વુડસ સંસ્કૃત ભાષાનો અભ્યાસ વધારવાના ઉદ્દેશથી. અહીં આવીને રહ્યા હતા. તેઓ જર્મનીમાં હતા ત્યારે દા. સુખઠણકર એમની સાથે ભણેલા. દા. સુખઠણકર અને તેમની વચ્ચે ભારે વિષે વાતો થયેલી. આથી મને મળવાની તેમણે ઈચ્છા દેખાડી. હું મુંબઈ આવ્યો ત્યારે તેમનાં પત્નીની તબિયત નરમ હોવાથી તેઓ માથેરાન હતા. તેમની વિનંતીથી દા. સુખઠણકર અને હું ત્યાં જઈને તેમને મળ્યા. પછી નવેમ્બર મહિનામાં તેઓ સહકુટુંબ તાજમહાલ હોટેલમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust