________________ શ્રીમંત મહારાજા ગાયકવાડને આશ્રય 269 . તેમની ઈચ્છા છે,” વગેરે. કોલેજનું કામ છોડીને તે વખતે : જવું બને એમ નહોતું, તેથી મેં લખ્યું કે, “હમણાં તો મહારાજા સાહેબને મળવા આવવું બને એમ નથી, પણ ઉનાળાની રજાઓ પડળે આવીશ. તે પહેલાં મહારાજા . સાહેબની સ્વારી ક્યાં છે તે પુછાવીશ.” ઉનાળાની રજામાં હું ગોવા ગયો અને ત્યાં જ ઘણીખરી રજા ગાળી. પછી વળતાં જુલાઈ મહિનામાં વડેદરે ગયો અને મહારાજાને મળ્યો. આ વખતે મહારાજાએ મને એક વ્યાખ્યાન આપવા કહ્યું અને તે પ્રમાણે ન્યાયમંદિરમાં મારું વ્યાખ્યાન થયું. વ્યાખ્યાનમાં મહારાજા પોતે હાજર રહેનાર હતા, પણ બરાબર તે જ વખતે તેમને બીજે રોકાવું પડ્યું અને હાજર રહી શક્યા નહિ. મારા વ્યાખ્યાનની શ્રોતાઓ ઉપર ઠીક અસર થઈ એમ પાછળ એક બે ગૃહસ્થાએ કરેલાં ભાષણ ઉપરથી જણાયું. તે પછી રાજમહેલમાં મહારાજા જોડે મુલાકાત થઈ. તે વખતે તેમણે કહ્યું, “કલકત્તા છોડીને અહીં કંઈ કામ કરવાની તમારી ઈચ્છા છે?' મેં કહ્યું, પૈસે કમાઈને શ્રીમંત થવાની મને બિલકુલ ઈચ્છા નથી. મને ગમતું કામ કરવા મળે ને ગુજરાન પૂરતા પૈસા મળે એટલે મને સંતોષ છે.' તેમણે કહ્યું, “તમે જે અહીં આવીને રહે તે હું તમને બધી રીતે મદદ કરવા તૈયાર છું.’ મેં જવાબ આપ્યો, “મારે વડોદરામાં જ રહેવું એવો આગ્રહ મહારાજાએ ન રાખવો. હું ગમે ત્યાં હોઈશ, તોપણું બૌદ્ધધર્મનું જ્ઞાન મહારાષ્ટ્રની જનતાને કરાવવું એ કર્તવ્યને હું ભૂલવાને નથી. તેથી મહારાજા સાહેબને પસંદ હોય તો પૂનો મુંબઈ જેવી હરકોઈ જગાએ રહી મારું કામ મને કરવા P.PIAC! Gunia nasul M.S Jun Gun Aaradhak Trust