________________ શ્રીમંત મહારાજા ગાયકવાડને આશ્રય ર૬૭ * ન રહી. પરંતું ટાગોરે મને કહ્યું, “તમે નાસીપાસ ન થતા; પિત મહારાજાને સારી પેઠે પિછાનું છું. તમે કાલે સવારે સાતને સુમારે મારે ત્યાં આવજો. પંડે તમને મહારાજા પાસે તેડી જઈશ.' તેમના કહેવા મુજબ બીજે દિવસે બાલીગંજમાં આવેલા નંબર 19 સ્ટાર રેડવાળે તેમને ઘેર હું ગયો. સત્યેન્દ્રબાબુ પિતાના રોજના જ પોશાકમાં નીકળ્યા. હું તેમને સારુ ગાડી આણવા જવા તૈયાર થયે, (તેમની ગાડી કાંઈ કામસર તે દિવસે રોકાયેલી હતી, પણ તેમણે ગાડીમાં જવાની ના પાડી. રોજ સવારે માઈલ દેઢ માઈલ ચાલવાની મને ટેવ છે, ચાલ્યા વગર ઠીક જ નથી પડતું.” એમ કહી મારી સાથે પગપાળા જ ચાલ્યા. તે દિવસે મહારાજા સવારના જ ક્યાંક બહાર નીકળી ગયા હતા. એટલે અમારી મુલાકાત ન થઈ પણ શ્રીમંતના ખાનગી મંત્રી શ્રી. (હવે સર) મનુભાઈ મહેતાને ભારે વિષે જે કંઈ કહેવાનું હતું તે કહી સત્યેન્દ્રબાબુ પગે ચાલતા જ પાછા ઘેર ગયા. સત્યેન્દ્રબાબુની આ મહેનત પછી પણ કદાચ શ્રીમંત સયાજીરાવની અને મારી મુલાકાત ન થાત. પણ તેમના જ આશ્રિતોમાંથી એક બે ગૃહસ્થાએ શ્રી. મનુભાઈને વારંવાર યાદ દેવડાવીને બીજે કે ત્રીજે દિવસે મહારાજા સાહેબ જેડે મારી મુલાકાત કરાવી દીધી. મહારાજાને દસ પંદર મિનિટથી વધુ વખત નહોતો. તેથી મને વિદાય કરતા પહેલાં તેમણે કહ્યું, “તમે એક વાર જરૂર વડેદરે આવજે, મારે તમારી જે ખૂબ વાતો કરવી છે. હમણાં તે હું ખૂબ રોકાયેલો છું અને પાંચ મિનિટ પણ કાઢવી મુશ્કેલ છે. Ad Gunratnasurf Jun Gun Aaradhak Trust