________________ 214 આપવીતી તેની શ્રદ્ધા હતી. પરંતુ ૧૯૦૭ની સાલમાં હરિનાથ દેની , બદલી હુગલી કોલેજના પ્રિન્સિપાલની જગ્યાએ થઈ અને ત્યાં તેમનું વ્યસન પાછું ચાલુ થયું. આગળ ઉપર ઇમ્પિરિયલ લાયબ્રેરીને મુખ્ય અધિકારીની પણ જગ્યા તેમને મળી. એ વખતે તેમને પગાર વધીને માસિક 1100 રૂપિયા થયો. આ જગ્યા મળવામાં મુખ્ય કારણ હું જ હતો એમ તે કહેતા. પાલિભાષામાં પ્રવીણતા મેળવ્યાથી કલકત્તાના જોર્ડ બિશપ કાપલટનની હરિનાથ ઉપર મહેરબાની થઈ. બિશપ કોપલસ્ટન પિતે પાલિભાષાના સારા જાણકાર હતા અને ક્યાંક અટકતા ત્યારે તરત હરિનાથ દેને પુછાવતા. તેમની મહેનતથી હરિનાથને આવડી મોટી જગ્યા મળી. હરિનાથની ઉન્નતિ જોઈને હું ખૂબ આનંદિત થતું. પણ સાથે સાથે તેનું વ્યસન પણ વધતું સાંભળીને ખેદ પામતો. તેઓ હુગલીથી પાછા આવ્યા પછી હું તમને ઘેર નહોતો રહેતો. ધર્મપાલે મહાબોધિ સભા માટે અગાઉની જ જગ્યા ભાડે રાખી હતી. ત્યાં હું થોડા દિવસ રહ્યો. અને પછી થોડા દિવસ બાલીગંજમાં શ્રી. અંબિકાચરણ સેનને ઘેર રહેતા. અહીં હતા તે દરમ્યાન એક દિવસ હરિનાથ દેને મળવા હું કલકત્તા કલબમાં ગયો. આ કલબમાં માસિક નેવું રૂપિયા ભાડાને ઓરડે હરિનાથે રાખે હતો. બે ત્રણ મહિના પછી જર્મનીથી દા. પિશલ આવનાર છે તેને સારુ * આ જગા રાખી છે એમ તે કહેતા. હું ગમે ત્યારે બે ત્રણ બંગાળી પંડિતે તેમને મળવા આવેલા. તેમના બીજા બે દારૂડિયા મિત્રો પણ ત્યાં હતા. હરિનાથે તે દિવસ મારી સામે જ પિતાનું મદિરાપાન ચલાવ્યું. આમ કરીને તેણે મારું ઉઘાડું અપમાન કર્યું એમ કહેવાનો આશય નથી, પણ આટલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust