________________ 260 આપવીતી ઘેર મારાથી બહુ દિવસ રોકાવાય એમ ન હતું. ઓકટોબર મહિનામાં દુર્ગાપૂજાની રજા પૂરી થાય તે પહેલાં મારે પાછું કલકત્તા પહોંચવું જોઈએ, આથી ઘેર બે ત્રણ દિવસ રોકાઈ મડગાંવ આવ્યો. મારી સ્ત્રી મારી સાથે કલકત્તે આવવા તૈયાર થઈ, પણ મારી દીકરી મારી દાઢીથી એવી તો ડરતી કે તે કેમે કરી અમારી સાથે આવવા તૈયાર ન થાય ! આખરે તેને મડગાંવથી ચીખલીમાં તેની નાનીને ઘેર મોકલી આપી અને હું તથા મારી સ્ત્રી કલકત્તે આવ્યાં. અમારા આવવાની મેં હરિનાથ દેને તારથી ખબર આપી હતી, તેથી તેમણે પોતાના જ ઘરમાં જુદી જગ્યા સાફસૂફ કરાવી અમારે સારુ રસોઈ વગેરેની તૈયારી કરાવી રાખી હતી. તેમને ત્યાં જ અમારા રહેવાની પણ તેમણે ગોઠવણ કરી. દર મહિને ત્રીસ રૂપિયા પગાર સાવ ઓછો હતો, છતાં ઘરભાડું, બાળવાના કેલસા વગેરેનું અમારે કશું જ ખર્ચ ન હોવાથી અમારું જેમતેમ નભે જતું. પણ ડિસેમ્બર મહિનામાં મારી સ્ત્રી માંદી પડી અને તેને ગાવા પાછી પહોંચાડવી પડી. આને અંગે થયેલો બધે ખર્ચ હરિનાથ દેએ પિતાની પાસેથી આપે. ૧૯૦૬ની આખરમાં એમ. એ.ની પરીક્ષાનું પરિણામ આવ્યું તેમાં હરિનાથ દે પાલિ ભાષામાં પહેલા વર્ગમાં પાસ થયા. પછી ન્યાયમૂર્તિ મુકરજીની મદદથી યુનિવર્સિટીની સિંડિકેટમાં દાખલ થયા. યુનિવર્સિટીના નવા કાયદા પ્રમાણે કેટલાક વ્યાખ્યાતાઓ નીમવામાં આવનાર હતા. તેમાં પાલિભાષાના વ્યાખ્યાતા તરીકે મારી નિમણુક કરાવવા હરિનાથ દેએ પ્રયાસ : માંડ્યો, અને યુનિવર્સિટીમાં તેમનું વજન ખૂબ તેથી તેમાં તે .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust