________________ ર૫૮ આપવીતી લાનેલીમાં મળેલા. તે વખતે તમારી વાત નીકળી. દાક્તર સાહેબ બોલ્યા “અરે તે છોકરો તો સાવ ગાંડે છે. એની વાત શું કરવા કરો છે ?" પછી મેં તમારા બધા સમાચાર - કહ્યા. અને તમે પાલિ ભાષાને સરસ અભ્યાસ કર્યો છે, એમ જાણતાં તેઓ તમને મળવા ખૂબ ઉત્સુક થયા છે અને મને કહી રાખ્યું છે કે, જો તમે ફરી આ તરફ આવો તે તેમને જરૂર મળવા મારે તમને કહેવું.” દા. ભાંડારકરને મળવા હું નાખુશ તો હતો જ નહિ. તેમની મારા ઉપર ગમે એટલી ઇતરાજી હોત તો પણ પૂને જાત તો હું તેમને મળ્યા વગર કદાપિ રહેત નહિ. પણ આ વખતે પૂને જવું અશક્ય હતું. તેથી મેં શ્રી. કાણેને કહ્યું, “મારે મુંબઈથી બારેબાર ગોવા જવું છે એટલે આ વખતે તે હું તેમને કઈ રીતે મળું?' પરંતુ આ જ દિવસોમાં મુંબઈના પ્રાર્થનાસમાજનો વાર્ષિક ઉત્સવ ચાલતો હતો એની શ્રી. કાણેને ખબર હતી. આથી દા. ભાંડારકર ત્યાં હોવા જોઈએ એવું અનુમાન કરી તેમણે પ્રાર્થનાસમાજને સરનામે તાર કર્યો. ઉમરાવતીમાં આ વખતે વ્યાખ્યાન વગેરે કશું આપવાની ભાંજગડમાં ન પડતાં હું સીધે મુંબઈ આવ્યો. શ્રી. (હવે દાક્તર) દેવદત્તરાવ ભાંડારકર મને મળવા સારુ સ્ટેશને આવ્યા હતા, પણ સ્ટેશન પર તેમની અને મારી નજર ચૂક થઈ ગઈ અને અમારી મુલાકાત ન થઈ તેથી હું અને મારા મિત્ર પાલિત ગિરગામ ફિરંગીના દેવળ આગળ આવેલા સુખનિવાસમાં ઊતર્યા અને ઝટ જમવા કરવાનું આપી હું એકલો પ્ર. શ્રીધરપંત ભાંડારકરને ઘેર ગયો. દાક્તરસાહેબ આ વખતે નાહવા ગયા હતા. પાંચ દશ મિનિટમાં નાહવાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust