________________ પરાવર્તન 57 બંધ કરો તેમ સારું. કારણ બૌદ્ધધર્મ સાથે સંબંધ ન હોય એવો ગ્રંથ પાલિ ભાષામાં જવલ્લે જ હશે. આ ઉપરથી તેમણે કહ્યું: “ગ્રંથમાં હોય તે શીખવવાને વાંધો નથી પણ વિદ્યાર્થીઓને બૌદ્ધ થવાનો ઉપદેશ તમારે કરવો નહિ.' મેં જવાબ આપ્યો, “હું કંઈ બૌદ્ધ પ્રચારક તરીકે આ કૉલેજમાં નથી આવ્યો. જે મારે ઉપદેશ કરવો હશે તો તેને સારુ હું જુદી જગ્યા શોધી લઈશ. પણ ગ્રંથમાં જે આવતું હશે તે તે મારે બરાબર સમજાવવું જ પડવાનું અને તમે જે એની પણ વિરુદ્ધ હે તો હું આજે જ રાજીનામું આપી છૂટો થવા રાજી છું.” આ પછી પ્રિન્સિપાલ મુકરજી અને મારી વચ્ચે ખટરાગ થવાને કરી પ્રસંગ ન આવ્યો. કોલેજના વિદ્યાર્થીઓમાં માત્ર મારે વિષે બહુ જ સારો મત બંધાયો હતો અને તેથી અંતે પ્રિન્સિપાલ મુકરજીને પણ પિતાનો મત ફેરવવો પડ્યો. છેલ્લે છેલ્લે તો “ૌદ્ધધર્મ વિષે વિદ્યાર્થીઓને એકાદ વ્યાખ્યાનમાળા આપે એવો પણ તેમણે આગ્રહ માંડ્યો હતો ! ૧૯૦૬ના કટોબરમાં મેં ગોવા જવાને વિચાર કર્યો. પાલિત નામના એક ગૃહસ્થ મારી સાથે મુંબઈ આવ્યા. પણ ત્યાં એકાએક તેમની તબિયત નરમ થઈ જવાથી ગોવા જવાનું માંડી વાળી તે પાછા કલકત્તે ગયા. મુંબઈ આવતાં વાટમાં અમે નાગપુરમાં શ્રી. માધવરાવ પાબેને ત્યાં બે દિવસ ઊતર્યા હતા.. અને ત્યાંથી શ્રી. ગોવિંદરાવ કાણને મળવા ઉમરાવતી ગયા. શ્રી. કાણેએ મને કહ્યું કે, “દા. ભાંડારકર તમને મળવા ઉત્સુક છે.” મેં કહ્યું, “એ વાત અસંભવનીય લાગે છે. કેમકે મારા ઉપર તો તેઓ ખૂબ ગુસ્સે થયા હતા. ગોવિંદરાવ બોલ્યા, “એ સાચું. તમે ૧૯૦૪માં અહીં આવી ગયા તે પછી તેઓ મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust