________________ * પરાવર્તન 255 કેલેજની સંસ્થા સરકાર વિરુદ્ધ છે અને હું તો સરકારી નોકર છું; આથી મારે તમારે કેમ મેળ ખાશે? જે તમારે નોકરી જ કરવી હોત તો હું આથી કેટલીયે સરસ નોકરી તમને ગોતી દેત, પણ તમે આ સંસ્થા સાથે સંબંધ બાંધ્યો એટલે હવે મારાથી કંઈ જ થઈ શકે નહિ.” મેં કહ્યું, “નોકરી મેળવવી એ કંઈ મારો મુખ્ય હેતુ નથી. દુનિયાના પ્રવાહમાં “ભળી કંઈક કામ કરવું, અને સીધે રસ્તે ચાલીને બને તો કુટુંબને મદદ કરવી એવા ઉદ્દેશથી મેં આ નેકરી સ્વીકારી છે. સર ગુરુદાસ બૅનરજી, દા. રાસબિહારી દેવ વગેરે સરકારના માનીતા લેકે આ સંસ્થાના વ્યવસ્થાપકોમાં છે. આ સ્થિતિમાં સરકારને મારે વિષે વહેમ આવવાનું કંઈ જ કારણ નથી. વળી કઈ સંસ્થા ગમે એટલી આકરા મતવાળી ? હોય તો પણ પાલિભાષા મારફત આકરાપણું શીખવવાનો મુદ્દલ સંભવ નથી. છતાં મારી દોસ્તીને લીધે તમારા ભવિષ્યને ધકકો પહોંચવાનો સંભવ હોય તો હું આજે જ તમારું ઘર છોડી જવા તૈયાર છું. તમારું અન્ન થેડા દિવસ પણ મેં ખાધું છે અને એક મહારાષ્ટ્રીય તરીકે તમને નુકસાન પહોંચે એવું કંઈ પણ વર્તન કરવું, એ મારે મન ભારેમાં ભારે નીચાજોણું છે.' વાત આટલી હદે આવી ગઈ તેથી હરિનાથ વિમાસણમાં પડયા, અને મને કહ્યું, “હમણાં તમે મારે ત્યાંથી ન જાઓ, પહેલાં તો હું મારા મિત્રો મારફત તપાસ કરી જોઉં છું, અને જે સરકારની ઈતરાજી થાય એવું કંઈ હશે તો હું તમને કહીશ.” પણ તેના આ દિલાસામાં ઝાઝું વજૂદ નહોતું. સરકારની ઇતરાજી ન થાય એ એને તો ચેકસ માલૂમ હોવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust