________________ 25 3 . " પરાવર્તન બરમાથી મળી શકે એમ હતું. પણ આટલી બાબતમાં પણ મને તેમની સહાનુભૂતિ નહિ મળેલી. ઊલટું, બૌદ્ધધર્મ વિષે તેમના મનમાં એક જાતનો તિરસ્કાર જ દેખાયેલ. હરિનાથ. દેની મને મદદ હતી. પણ તેમને તે કઈ જ ધર્મ ઉપર વિશ્વાસ ન હોવાથી કેવળ સ્વાર્થ પૂરતો તે મારો ઉપયોગ કરી લેત. તેમના બે મહિનાના પરિચયથી આ વિષે મારી ખાતરી , થઈ ચૂકી હતી! હવે તે ભિક્ષત્વ છેડેલું હોવાથી મને પૈસા વગેરે લેવામાં કશી હરકત રહી નહોતી. તેથી જાતે મહેનત કરીને જ, બંગાળના ભેડાઘણું પ્રમુખ ગૃહસ્થોની સહાનુભૂતિ મેળવી, સેવાવૃત્તિને ધોરી માર્ગે પાલિ ભાષાના પ્રચારની કંઈ મહેનત કરી જેવી એવો મેં નિશ્ચય કર્યો. હવે જે સેવા જ કરવી તે પછી કુટુંબને પણ યથાશક્તિ મદદ કાં ન કરવી એમ મને લાગ્યું, અને કુટુંબની સ્થિતિ શી છે એ જાણવા મેં ગોવે એક બે કાગળો લખ્યા. પિતાના કરજના ચૌદસો રૂપિયાનો દસ્તાવેજ શ્રી. વિષ્ણુ નાયકને આપ્યાનું પાછળના એક પ્રકરણમાં હું કહી ગયો છું. આ કરજનું શું થયું વગેરે બાબતો મેં તેમને પહેલા કાગળમાં પૂછી. તેનો જવાબ આવ્યો કે, “કરજ ફીટયું નથી એટલું જ નહિ, પણ તે ઉપર કેટલાંય વર્ષોનું વ્યાજ ચડયું છે. છતાં મારા ઘરનાં માણસોને આટલે વર્ષે મારે કાગળ આવ્યાથી ખૂબ આનંદ થયો છે - ઈ. ઈ.” મદ્રાસ છોડયા પછી મેં ઘેર એક પણ કાગળ લખ્યો નહોતો. તેથી હું મરી ગયો. હોઈશ એમ જ સહુ કોઈ માનવા લાગ્યા હતા. મારા કાગળથી તે ખોટું કર્યાથી બધાંને આનંદ થાય એ સ્વાભાવિક મદદ ક ન કરાવે એક એકથા વિષ્ણુ નાયક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust