________________ પરાવતની . એ રીતે, જેના ' લાગ્યું તેથી હું બોલ્યો, “લામાસાહેબ, અમાસર, હેલ–એવું લાગે છે !' લામાએ આવડી જીભ બહાર કાઢી મને કહ્યું, આપ માંસમાછલી કશું જ નથી ખાતા એવું મારા શિષ્ય સાથે આપે કહેવરાવ્યું અને પછી હું એવી ચીજ કદી તૈયાર કરાવું ખરો ? આ તો આપને માટે ખાસ શાક તૈયાર કરાવ્યું , છે.” મેં કહ્યું, “પણ એ શાક શાનું છે તે તો કહો.' પેલ . કહે, “એકલાં દેડકાંનું છે. તમે જરાય શંકા ન કરતા. તમારા હિંદુસ્તાનનાં મોટાં દેડકાંની માફક અહીંના દેડકાં ગંધાતા નથી હોતાં. અને આજે તો મેં આ દેડકાં તમારે ખાતર મુદ્દામ માણસ જંગલમાં એકલી ખાસ પકડાવી મંગાવ્યાં છે.” હું તો દિમૂઢ બની ગયો. બિચારો લામા પણ ચકિત થઈ ખિસિયાણો પડી ગયો ! આવડી મહેનતે તૈયાર કરાવેલું શાક મહેમાનને પસંદ ન આવે એ કેવી વાત ! આ ગૂંચ તેનાથી કેમે કરી ઊકળે નહિ ! અંતે તેના માનને ખાતર થોડાં દૂધભાત ખાધાં. પણ તેય ઓસડની માફક ખાવાં પડ્યાં. " લામાગુરુએ તો દેડકાંના શાક ઉપર અચ્છી રીતે હાથ માર્યો ! માત્ર આવી તેફા વાનીને સ્વાદ હું ન લઈ શક્યો તેને સારુ રહી રહીને તે દુઃખ પ્રદર્શિત કરતો હતો ! બે ચાર દિવસ પછી ત્યાંની મહારાણીએ મને જમવા નોતર્યો. તે વખતે મારે વળી વળીને સમજાવવું પડ્યું કે હું માંસ, માછલાં કે દેડકાં સુધ્ધાં ખાતો નથી! એટલું જ નહિ, પણ કોઈ પણ પ્રાણીનું માંસ ખાતો નથી! કોણ જાણે, દેડકાં નથી ખાતો એટલું જ * માફી માગવી હોય કે આશ્ચર્ય બતાવવું હોય ત્યારે તિબેટી: લોકોમાં જીભ બહાર કાઢવાનો રિવાજ છે. PP'Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust