________________ 252 આપવીતી કહી રાખું તો કદાચ કઈ ઉંદર કે એવું જ બીજું ભાણામાં આવી પડે ! મારા સિકીમ આવ્યા પછી એપ્રિલ મહિનામાં હરિનાથ દે બરધાનના મહારાજા સાથે વિલાયત ગયા. જતાં જતાં . એડનથી. તેમણે મને કલકત્ત પાછા આવવા કાગળ લખે, પણ તેની ખાસ અસર મારા ઉપર ન થઈ. પછી શ્રી. મનમેહન ઘોષનો બીજો એક કાગળ આવ્યો. તેમાં તેમણે સિકીમમાં રહેવાથી દેશનું કંઈ ભલું નહિ થઈ શકે અને કલકત્તે આવી રહેવાથી પ્રજામાં બૌદ્ધધર્મને જ્ઞાનથી ઉત્પન્ન થયેલી નવી જાગૃતિને સારું વલણ મળશે, એવી મતલબનું લખ્યું હતું. આ કાગળની મારા મન ઉપર વિલક્ષણ અસર થઈ. આટલા દિવસ વનજંગલમાં અને બૌદ્ધ વિહારોમાં ગાળ્યા એટલા બસ થયા, હવે પછી કંઈક દેશસેવા બને તે યથાશક્તિ કરવી, એ હું અંતઃકરણપૂર્વક વિચાર કરવા લાગ્યો, પણ સ્વદેશસેવા કંઈ સહેલ નથી. લોકહિતને કાલે ડોળ કરવામાં કંઈ સાર નહિ. હું વળી કઈ યુનિવર્સિટીને ' ગ્રેજ્યુએટ પણ નહિ, તેમ કોઈ ધરખમ કે જામેલ સંસ્થાનો મને ટેકે નહિ, આ સ્થિતિમાં ભારે હાથે કેટલું લોકહિત થઈ શકે એ સવાલ હતો. લોકહિત તે રહ્યું, પણ આત્મહિત પણ સાધી શકાશે કે નહિ એની મને શંકા હતી. કલકત્તામાં હતો ત્યારે દા. પી. કે. રાય વગેરે મોટા લોકોને મળી કલકત્તામાં એકાદ પાલિવર્ગ ખેલવાનો ભારે વિચાર મેં તમને જણાવેલું. તે વખતે મને જમવારહેવાની જગ્યા સિવાય બીજી કોઈ ચીજની જરૂર નહોતી. ચીવર વગેરે કપડાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust ,