________________ : પરાવર્તન 249 આસપાસ હતાં. પણ તેમાં રાતવાસે રહેવું જોખમભરેલું લાગવાથી હું સરકારી ડાકબંગલા તરફ ગયો. પણ ત્યાંના ચેકીદારે બંગલામાં જવા દેવાની સાફ ના પાડી. તે બોલ્યો, આજની રાત જોઈએ તો તમે બહારને એટલે સૂઈ રહો. પણ સિકીમ સરકારની રજા વગર તમને અંદર રહેવા ન દઈ શકું.' મેં કહ્યું, “હું સિકીમને રાજાને ત્યાં જ ઊતરનાર છું. સિકીમમાં જઈને ત્યાંના દરબારગઢમાં રહેવાનો છું. તે પછી આ ડાકબંગલામાં રાત રહેવા દેવામાં તને શો વાંધો છે?' બિચારો સિપાઈ મહારાજ કુમાર વગેરે મોટા લોકોનાં નામ સાંભળતાં જ ગળી ગયો, અને તરત ડાકબંગલો ઉઘાડી આપ્યો ! રાત્રે મેં પેલા ભેટિયા મજૂરોને બહારની ઓસરીમાં સુવાડી, માળીને અંદર સુવાક્યો, અને હું થાકી ગયો હોવાથી નિરાતે ઊંઘી ગયો. આ એક પ્રસંગ સિવાય રસ્તે બીજે કાંઈ ઉલ્લેખનીય પ્રસંગ બન્યો ન હતો. - સિકીમ પહોંચતાં જ હું સીધે રાજકુમારને બંગલે પહોંચ્યા, અને બૌદ્ધધમકુર સભાનો કાગળ આપ્યો. કાગળ વાંચીને તેણે પોતાના બંગલામાં જ એક બાજુએ મારા ' ઉતારાની ગોઠવણ કરી. તેમનો એક નેકર મારું જમવાનું મારી દેખરેખ નીચે બનાવતો. અહીં એક એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ તરતમાં જ નીકળી હતી. તેના હેડમાસ્તર દાવ સાદ, કાજી નામના એક ભોટિયા ગૃહસ્થ હતા. તેમની પાસેથી મેં તિબેટની ભાષા શીખવા પ્રયત્ન કર્યો. પરંતુ તેમને વિશેષ કુરસદ ન હોવાથી અને મારામાં પણ અગાઉ જેટલી ચિત્ત લગાડીને મહેનત કરવાની શક્તિ રહી ન હોવાથી, તિબેટી અક્ષરોની ઓળખાણ ઉપરાંત મારાથી વધુ પ્રગતિ થઈ શકી નહિ. ખરું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust