________________ પરાવતન 247 ઇડિયન મેડિકલ સર્વિસમાં હતા. મોટા ભાઈ કૂચબિહારના મહારાજાને સેક્રેટરી હતા. અને નાના ભાઈ શ્રી. અરવિન્દ ' ઘોષ વડોદરા રાજ્યમાં મોટી પાયરીએ હતા, જે પાછળથી કલકત્તાની નેશનલ કેલેજના આચાર્ય થયા. છેલ્લા ભાઈ બારીન્દ્ર દેવને માણિકતોલા બેબના કેસમાં આજન્મ કાળાપાણીની સજા થઈ હતી. મનમોહન ઘોષ અંગ્રેજી ભાષામાં એવા તે પ્રવીણ હતા કે તેમની કવિતા ખુદ વિલાયતમાં ખૂબ વખણાઈ હતી. ૧૯૦૬ની સાલમાં આ ગૃહસ્થ ઉપર મોટી આફત આવી પડી હતી. તેમની સ્ત્રી ગાંડી થઈ જવાથી બહુ ખરાબ હાલતમાં હતી. ઘેપબાબુ બિચારા સ્વભાવે કવિ તેથી આ પ્રસંગે તેમને અસહ્ય થઈ પડ્યો. આવી સ્થિતિમાં અમારી વચ્ચે મૈત્રી થઈમેં તેમને મારી પાસેના કેટલાક બૌદ્ધગ્રંથ વાંચવા આપ્યા. તે તેમને ખૂબ ગમ્યા, અને ત્યારથી બૌદ્ધધર્મ વિષે તે મારી સાથે ચર્ચા કરવા લાગ્યા. - માર્ચની ૧૫મી તારીખ પછી કલકત્તા છોડી સિકીમ જવા મારો વિચાર થયો. આમાં મારો ખાસ હેતુ એ હતો કે, જેમ દક્ષિણ તરફના બૌદ્ધધર્મની મેં માહિતી મેળવી તેવી જ રીતે ઉત્તર તરફના બૌદ્ધધર્મથી પણ પરિચિત થવું. હરિનાથ દે આ કામમાં મને મદદરૂપ થયા. ૧૯૦૫ના ડિસેમ્બરમાં તાશી લામા કલકત્તે આવ્યા. તે વખતે બૌદ્ધધર્માકુર સભા તરફથી તેમનું સારું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે બધાં કામમાં હરિનાથ દેએ આગળ પડતો ભાગ લીધો હતો. અને કેપ્ટન કેનર, સિકીમના રેસિડન્ટ મિ. હાઈટ વગેરે ગૃહસ્થ સાથે તેમને સારો પરિચય થયો. બૌદ્ધધર્માકર સભા મારફત સિકીમના મહારાજ કુમાર ઉપર P.P. Ac. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Trust