________________ 246 ' આપવીતી હમેશને સારુ શિંગણ રહીશ. તમારે અહીં જે કંઈ જોઈતું કરતું હશે તે બધાની તજવીજ હું કરી લઈશ.” " મેં કહ્યું: “તમને મદદ કરવા હું ઇચ્છું, પરંતુ આ વિહારમાં રહીને તે કામ કરવું અશક્ય છે. મને એકાંતમાં રહેવાની ટેવ પડી ગઈ છે, અને અહીં તે રાતદહાડે લેકેની ધમાલ ચાલુ હોય છે. તેથી ધંધાટ વગરની કોઈ જગ્યાએ મને રાખી શકતા હે તે હું તમારે સારુ બે મહિના અહીં રહીશ.' હરિનાથ દેએ આ તરત જ કબૂલ રાખ્યું. તેમના સસરાનું ઘર તેમના ઘરની નજીકમાં જ હતું. તેના કમ્પાઉન્ડમાં બે ઈલાયદી ઓરડીઓ હતી. અને તેમણે તે બતાવી. તે પસંદ - ન હોય તે બીજું પણ એક જુદું ઘર મારે સારુ ભાડે લેવી પિતે તૈયાર છે એમ જણાવ્યું. પણ એ નકામે ખર્ચને બેજે તેમની ઉપર ન નાંખવા ખાતર મેં ઓરડીઓ પસંદ કરી, અને લાગલો જ ત્યાં રહેવા ગયે. હરિનાથ દેનું ઘર નજીક જ હોવાથી હું જમવા તેમને ત્યાં જ જતો. ૧૯૦૬ના. માર્ચ મહિનાની ૧૫મી તારીખ સુધી હું અહીં રહ્યો. આટલી વખતમાં હરિનાથ દેને “અક્સાલિની ગ્રંથ' બરાબર સમજાવી દીધે. “પાલિ ટેકસ્ટ સોસાયટી એ છાપેલ આવૃત્તિની અનેક ભૂલે પણ મેં તેમને બતાવી. તેઓ ખૂબ રાજી થયા અને કલકત્તામાં જ રહી જવા મને આગ્રહ કરવા લાગ્યા. . આ અરસામાં બીજા એક ગૃહસ્થની સાથે હરિનાથ દેને ઘેર મારે મૈત્રી થઈ આ ગૃહસ્થ પ્રેસિડન્સી કોલેજના અંગ્રેજી સુધારક રાજનારાયણ અસૂના તે દોહિત્ર થાય. તેમના પિતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust