________________ 248 આપવીતી તથા પોતે મિ. હાઈટ ઉપર એવા બે ભલામણપત્રો તેમણે મને આપ્યા. મનમોહન ઘોષે દાર્જિલિંગની સરકારી હાઈસ્કૂલના હેડમાસ્તરને અગાઉથી કાગળ લખી મારા ઉતરવાની ગોઠવણ કરી આપી. કપડાંલત્તાનું ખર્ચ બધું હરિનાથ દેએ જ ઉપાડ્યું. માર્ચની ૨૦મી તારીખ લગભગ હું કલકત્તેથી નીકળ્યા. હવે પાસે પૈસા રાખવા પડે એમ હતું. તથા વેળાકળા જમવું પણ પડે. તેથી નીકળવાને આગલે દિવસે મેં વિધિપૂર્વક ભિક્ષુવનો ત્યાગ કર્યો. | દાર્જિલિંગ સુધી આગગાડીની મુસાફરી હોવાથી મને કશી અડચણ પડી નહિ. પરંતુ દાર્જિલિંગથી સિકીમ સુધી પગરસ્તે જવાનું હતું, અને વળી પ્રદેશ તદ્દન અપરિચિત; તેથી એકલા તિબેટી મજૂરોને ભરોસે મુસાફરી કરવી મને ઠીક ન લાગ્યું. આથી મને સિકીમ સુધી પહોંચાડી આવવા સારુ દાર્જિલિંગના હેડમાસ્તરે પોતાનો માળી સાથે આપ્યો. મારાં કપડાં, પુસ્તક વગેરે સામાન ઉપાડવા સારુ બે ભાટિયા મજૂર કર્યા, અને એમ હું, હેડમાસ્તરનો માળી તથા બે મજૂરે અમે સિકીમને રસ્તે પડ્યા. વાટમાં રાઈ ઈત્યાદિ તૈયાર કરવામાં હેડમાસ્તરનો માળી મને ખૂબ કામ આવ્યો. એક વર્ષ પહેલાં યંગ હસબંડનું મિશન તિબેટ ગયું ? હતું. અને તેને સારુ સિકીમ થઈને જનારી એક સાધારણ સડક તૈયાર કરવામાં આવી હતી. આથી રસ્તે અમને બહુ વેઠવું ન પડ્યું. માત્ર એક ઠેકાણે એક તિબેટીનું ખૂન થયું હતું તેનું શબ સડકની બાજુએ પડયું હતું. અમે સાંજે આ જગ્યાએ પહોંચ્યા. તિબેટી લેકનાં કેટલાંક ઝૂંપડાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust