________________ 242 આપવીતી જગ્યા ખાલી કરી હતી અને તેને બધો સામાન કાશી લઈ જવામાં આવ્યો હતો. તેથી તે સ્થાનમાં ઊતરાય તેમ ન હતું. આથી આ વિહારમાં હું ઊતર્યો.) બે દિવસ આરામ લઈ આગળ જવું એવા વિચારથી હું ત્યાં રહ્યો. કૃપાચરણ અને ગુણાલંકાર કરીને ચિત્તગાંવના બે ભિક્ષુ અહીં રહેતા હતા. તેમને અને હરિનાથ દે નામના. ગૃહસ્થને સારી ઓળખાણ હતી. હરિનાથ દે પાલિભાષા શીખવા પ્રયાસ કરી રહ્યા હતા અને તેથી જ તેઓ વચ્ચે વચ્ચે આ વિહારમાં આવતા. ' પૂર્ણ કરીને બીજા એક બરમી ભિક્ષુ પડેશમાં જ એક ભાડૂતી ઘરમાં રહેતા હતા. તેને અને હરિનાથ દેને પણ ઠીક પરિચય હતો. આ ભિક્ષુને હું સિલોનમાં હતો ત્યારે મળેલો, અને પાછળથી હું બરમામાં હતો ત્યારે પણ મારી હકીકતથી તે વાકેફ હતો. હું ધર્માકુર વિહારમાં એક દિવસ રહ્યો ન રહે ત્યાં તો કૃપાચરણ અને ગુણાલંકાર ભિક્ષુ મારા જવા માટે આતુર જણાવા લાગ્યા. મેં તેમને કહ્યું કે મને તેમની પાસેથી પૈસા વગેરેની કશી અપેક્ષા નહોતી. માત્ર આરામને સારુ હું એકાદ બે દિવસ ત્યાં રહેવા માગતો હતો. કદાચ થોડા વધુ દિવસ રહેવા વિચાર થઈ આવત પણ તેમની આતુરતા જોઈ જલદી વિહાર છોડી જવાનો મેં સંકલ્પ કર્યો. અને સોમવારનો દિવસ રહી મંગળવારની ગાડીમાં નાગપુર તરફ જવાનું ઠરાવ્યું. પણ દૈવજોગે મારા આ નિર્ણયની પૂર્ણ ભિક્ષને ખબર પડી. ઘણું કરીને તે જ દિવસે કલકત્તામાં મારી અને તેમની પહેલી વાર મુલાકાત થયેલી. તેણે તરત જ જઈને હરિનાથ દેને કહ્યું કે, “તમારે પાલિ શીખવું હોય તો સિલોન કે બરમામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust