________________ 240 આપવીતી કેટલાંક ભગવાં કપડાં તૈયાર કરવાની પણ તૈયારી કરી. પણ પાછળથી તેમને વિચાર બદલાયો અને તેમણે મને કહ્યું, “તમારું. કહેવું ખરું છે, પણ અમારી આંખ સામે તમે ભિક્ષુઅવસ્થા છેડે તે અમને આઘાત આપનારું થઈ પડે. માટે તમે કલકત્તા જઈ ત્યાં સંઘબહાર થવાને વિધિ કરજે.' સ્થવિરનું આ કહેવું કંઈક નિરુપાયને કારણે અને કંઈક તેમને ઉપરના મારા. પ્રેમને લીધે મારે માનવું પડયું. બ્રહ્મદેશથી કલકત્તા આવતાં મને મુદ્દલ હાડમારી ન પડી. આગબોટનું ભાડું વગેરે સહેજે મળી ગયું. રંગૂનથી આગબોટની સફર બીજા વર્ગમાં કરી. * ૧૯૦૪ના જાન્યુઆરીથી ૧૯૦૬ના જાન્યુઆરી સુધીમાં જે બે વર્ષ મેં દેશાટનમાં વીતાવ્યાં તેમાં અનેક વેળા શરીરદુઃખ વેઠવું પડ્યું છે તે ઉપર કહ્યું જ છે. પણ માનસિક ઉન્નતિ પુષ્કળ થઈ. ચિત્તની એકાગ્રતા કરવાને ધીરે ધીરે મહાવરો થવાથી અભિધર્મ જેવા અઘરા ગ્રંથો પણ ભણી જવામાં મને વાર ન લાગી. કુરસદના વખતમાં અનેક પાલિ ગ્રંથ મેં વાંચ્યા. વિશુદ્ધિમાર્ગના આરંભના એક બે ભાગ તો મેં બે ત્રણ વખત વાંચ્યા. આ ઉપરાંત અનેક દેશ જેવાની અને અનેક સ્થવિરેના સમાગમની મને તક મળી અને તે દ્વારા દુનિયાને ઠીક અનુભવ મળ્યો. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust