________________ - 16 પરાવર્તન ગાવા છોડ્યું ત્યારથી તે બ્રહ્મદેશ છોડી ૧૯૦૬ની સાલના જાન્યુઆરીમાં કલકત્તે આવ્યો ત્યાં સુધીના મારા દિવસે શિક્ષણમાં જ વીત્યા એમ કહેવું જોઈએ. આ બધો સમય બૌદ્ધધર્મનું જ્ઞાન મેળવવું એ જ એક ધ્યેય મારી આંખ સામે હતું, પણ હવે બને તો બૌદ્ધધર્મના જ્ઞાનનો પ્રચાર કરવા સારુ કંઈક મહેનત કરવી એવી ઇચ્છા થવા લાગી. તેપણ કર્યો રતે હિન્દુસ્તાનને ભારે કંઈકે ઉપયોગ થાય, એ બરાબર સમજાતું નહિ. કલકત્તે આવ્યા પછી ઉમરાવતી જઈ ત્યાં છેડે વખત રહેવું અને પછી બને તો પૂના તરફ જઈ કંઈ મહેનત કરી જેવી એવો વિચાર હતો. પરંતુ એક આકસ્મિક કારણને લીધે મારા પરાવર્તનને અણધારી દિશા મળી. આ કઈ રીતે બન્યું તે આ પ્રકરણમાં કહેવા ધારું છું. કલકત્તામાં કપાલીતોલા કરીને એક અત્યંત ગંદા લત્તામાં બૌદ્ધધર્માકુર નામે એક વિહાર કરતમાં જ બંધાયે હતો. બુદ્ધની મૂર્તિની અહીં સ્થાપના થઈ હતી, એટલા ઉપરથી જ આ જગ્યાને વિહાર નામ અપાયું હશે ! પણ મારી સમજણ પ્રમાણે આ જગ્યા વિહાર નામને તદ્દન અગ્ય હતી. કલકત્તામાં બીજે ક્યાંયે ઉતરવાની સગવડ ન હોવાથી જ હું આ વિહારમાં ઉતર્યો. (મહાબોધિ સભાએ પોતાની ભાડાની આ 16 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust