________________ 103 દેખાઈ આ ર મેગેલિયન છે ન કાઢયું ? નેપાળને પ્રવાસ કેટમાં અપીલની રીત જેવા ભીમસમશેર (તે વખતના સેનાધિપતિ)ને બંગલે લઈ ગયા. રસ્તે ઝાકળ ખૂબ પડ્યું હોવાથી મને પગે પીડા થઈસેનાપતિ સાહેબને બંગલો એક ત્રણ માળનું ઘર હતું. માત્ર તેના ફરતું ચગાન વિશાળ હતું. અમે ત્યાં પહોંચ્યા તે વખતે વીસ પચીસ સિપાઈઓ કવાયત કરતા હતા. એટલામાં ત્રીજા માળ પરની એક બારીમાંથી બહાર ભેગા થયેલા લોકોને સેનાપતિ સાહેબે દર્શન દીધાં. તેમની જોડે તેમનો કારભારી હતો. માથાના વાળ સુધી તાણેલું કપાળ ઉપરનું ટીલું જોઈ સેનાપતિ સાહેબે (નેપાળી) સ્નાન કર્યાનું દેખાઈ આવતું હતું. તેઓ જેકે પિતાને ક્ષત્રિય કહેવરાવતા, છતાં તેમને બાંધે મેગેલિયન ઢબને વધુ મળતો હતો. બારી ઉઘાડી નામદારે પિતાનું મોટું બહાર કાઢયું ન કાઢયું તેવી જ નીચે અરજદારોના ટોળામાં મુજરો કરવાની ધમાલ મચી ગઈ. દરેક જણે પોતપોતાનું દુઃખ સેનાપતિ સાહેબ આગળ રડવા માંડયું. પણ પાંચ દશ મિનિટ સુધી તો એમને કોણ શું કહે છે તેની ખબર જ ન પડે. છેવટે કઈ સિપાઈએ કે અમલદારે ઘોંઘાટ અટકાવી એક પછી એક સાહેબ આગળ આવવા હુકમ કર્યો. છતાં દરેક વાદી પિતાનું કહેવું ત્રીજે . માળે સેનાપતિ સાહેબને કાને બરાબર પહોંચે એટલા સારુ મેટેથી ઘાંટા પાડી, વળીવળીને મુજરા કરતા, પિતાની ફરિયાદ સેનાપતિ સાહેબ આગળ રજૂ કરતા હતા. કોઈ પિતાને નાહકનો નાતબહાર કર્યા સામે ફરિયાદ કરતો હતો, સેનાપતિ સાહેબે તેને રાજગુરુ આગળ ફરિયાદ લઈ જવા ફરમાવ્યું. બીજા પણ કેટલાય ફરિયાદી હતા. પણ તેમના ખટલાઓને તરત નિકાલ કરવાને બદલે કારભારીને તેની નોંધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust