________________ 150 આપવીતી પ્રચાર કરવા સિલોન આવ્યાં. ત્યાં કર્નલ આëટે શ્રી. સુમંગલાચાર્ય પાસેથી જાહેરપણે બૌદ્ધધર્મની દીક્ષા લીધી. એટલું જ નહિ, પણ સિંહલી બૌદ્ધોની ઉન્નતિ માટે તેમણે અથાગ મહેનત લેવા માંડી. આજે સિલોનમાં જે સેંકડો પ્રાથમિક કેળવણીની નિશાળે બૌદ્ધ લોકે ચલાવી રહ્યા છે તે કર્નલ આર્જેટની મહેનતનું ફળ છે. કર્નલ આલ્કોટે સિલોનથી મદ્રાસ આવી ત્યાં જ પોતાનું મુખ્ય મથક કર્યું. સને ૧૮૯૧માં તેમની જ સૂચનાથી ડોન કેરેલીસ નામે સિલોનના એક પ્રસિદ્ધ વેપારીના દીકરા શ્રી. ધર્મપાલ હિંદુસ્તાનમાં આવ્યા. અને બુદ્ધગયાના બૌદ્ધ મંદિરની દુર્દશા જોઈને તે સુધારવા માટે તેમણે એક સભા સ્થાપી. કલકત્તામાં જે સભાએ મને આશ્રય આપ્યો હતો તે જ આ મહાબધિ સભા. આ સભાના પ્રમુખ શ્રી. સુમંગલાચાર્ય હતા અને શ્રી. ધર્મપાલ તેના મંત્રી હતા. મહાબોધિ સભાએ શું કામ કર્યું અને સભાના કામની લોક ઉપર શી અસર થઈ તે વર્ણવવાનું આ સ્થળ નથી. વિવોદય વિદ્યાલય અને તેના સંસ્થાપકની ઉપર આપેલી હકીકત જ અત્યારે તે વાચકને સારુ પૂરતી છે. હવે હું મુખ્ય વિષય ઉપર આવીશ. - ધર્મપાલ શિરોવ્યાધિથી પીડાતા હતા, એમ આગલા પ્રકરણમાં હું કહી ગયે છું. તેથી મારી સાથે વિદ્યોદય વિદ્યાલયમાં તેમનાથી આવી શકાય તેમ નહોતું. તેમણે અનવરત્ન નામના એક જુવાન સાથે મને તે દિવસે સાંજે શ્રી. સુમંગલાચાર્યને મળવા મોકલ્યો. કલકત્તાથી ધર્મપાલ ઉપર મેં આણેલા બે ભલામણપત્રો અનવરને આચાર્યને વાંચી સંભળાવ્યા. પછી આચાર્ય સંસ્કૃત ભાષામાં મને કેટલાક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust