________________ આપવીતી 168 પંડિત અધિદાસ હતા. પણ મહાબોધિ સભાના સભાસદોને અને પંડિત અાધિદાસને બનતું નહિ. હું મદ્રાસ આવ્યા પછી દેઢ બે મહિને આ બધા બૌદ્ધો વચ્ચે સમાધાની થઈ અને તેમણે રાયપેઠમાં એક નાનકડું ઘર ભાડે લઈ તેને બૌદ્ધાશ્રમ” નામ આપ્યું અને મને ત્યાં ગોઠવ્યો. ત્યારથી દર રવિવારે સાંજે બુદ્ધધર્મ ઉપર પ્રવચન કે ભાષણે થતાં. ખાસ કરીને પાલિ ભાષાનું એકાદ સૂત્ર વાંચી તેનો અર્થ હું મારા ભાંગ્યાતૂટ્યા અંગ્રેજીમાં સમજાવતો, અને સિંગારજૂ તેના ઉપર તામિલમાં પ્રવચન કરતા. પ્રો. લક્ષ્મીનરસુ પણ કોઈ વાર ભાષણ આપતા અને વચ્ચે વચ્ચે બહારના કેઈ વક્તાને નોતરવામાં આવતા. આ કાઈ પણ બુદ્ધ ધર્મોપદેશકને આનંદ થાય એવી રીતે આ સંસ્થાનું કામ ચાલવા લાગ્યું. દર રવિવારે અનેક હિન્દુ તેમ જ ખ્રિસ્તી લો અમારાં પ્રવચન અને વ્યાખ્યાને સાંભળવા * આવતા. એટલું જ નહિ પણ કર્મઠ મદ્રાસી બ્રાહ્મણોની પણ અમારી સંસ્થાને સહાનુભૂતિ મળવા લાગી. છતાં મારું મન આ બધામાં બિલકુલ રમતું નહિ. તે તે અરણ્યવાસ તરફ જ દેવ્યાં કરતું. અધૂરામાં પૂરું મદ્રાસી ખોરાકથી ભારી તબિયત હવે છેક જ લથડી, અને બૌદ્ધાશ્રમમાં જમીન ઉપર સૂવાથી મારે સંધિવા પણ વધી ગયો. એક વાર સભાસદેએ મારે સારુ એક ખાટલે લઈ આપવાને વિચાર કરે પણ તે અમલમાં ન આવ્યો. ભેજ હોય તે પણ બેઠકમાંની શેતરંજી પાથરીને હું સૂતો. આ સ્થિતિમાં અંતે હું મદ્રાસથી કંટાળે. સિંગારલૂનો સ્વભાવ પણ મૂળથી જ વિચિત્ર. સાહેબસવારી ચિડાય ત્યારે પછી પોતે શું બોલે છે એનું પણ પૂરું ભાન ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust