________________ 174 આપવીતી ચુડેચાઉનના આચાર્ય કુમારસ્થવિરની મારા ઉપર ઠીક મહેરબાની હતી. બરમામાં શ્રામણેરની કંઈ ગણતરી નથી. નાનાં છોકરાંઓ ગ્રામર થાય અને બે ચાર દિવસમાં પાછાં ઘેર આવી રહે. વળી પાછા મનમાં આવે તો આઠ દસ દિવસમાં શ્રામણેર થાય. મારું પાલિનું જ્ઞાન જોઈ કુમારસ્થવિરને મને શ્રામણેર રહેવા દે એ ઠીક ન લાગ્યું. માંગધે નામના બરમી ગૃહસ્થને કહી તેણે મારી ઉપસંપદાની તૈયારી કરી અને મને ભિક્ષુ બનાવ્યો. ભિક્ષુ થયા પછી બે જ મહિના હું બરમામાં રહ્યો. - હવે મારા મિત્ર જ્ઞાનત્રિલોક (જર્મન શ્રામિણેર) વિષે બે શબ્દ કહી આ પ્રકરણ પૂરું કર્યું. આ ગૃહસ્થ એક ઊંચા કુળમાં જમ્યા હતા. નાની ઉંમરમાં તેનું વલણ ધર્મ તરફ વળ્યાથી એક વખત પિતે કેથલિક પાદરીના મઠમાં ભાગી ગયા હતા. પછી જુવાનીમાં ભૌતિકશાસ્ત્રના અભ્યાસથી તે તદ્દન નાસ્તિક બની ગયા. તેને સંગીતશાસ્ત્રનો ભારે શોખ હતો, અને નિશાળનું ભણતર પૂરું થયા પછી તેણે આ શાસ્ત્રમાં પ્રવીણતા મેળવી. ખાસ કરીને સારંગી (વાયોલિન) તેને બહુ જ સરસ વગાડતાં આવડતી. બરમાના પ્રવાસ દરમ્યાન તેને આ કળા ખૂબ ઉપયોગી થઈ પડી. કન્ટેટિનેપલ, પોર્ટસૈયદ, મુંબઈ વગેરે જગ્યાએ વાયોલિન બજાવી તે પર પૈસા મેળવી લે અને આગળ જાય. એક વખત મુંબઈમાં બેન્ડસ્ટેન્ડ ઉપર તેણે અરધે કલાક વાયોલિન બજાવી ત્યારે ત્યાં સાંભળવા ભેગા થયેલ ગેરાઓએ તેના ઉપર નોટો વરસાવી. અરધા કલાકમાં તેણે 40 રૂપિયા મેળવી લીધા. ઉત્તર હિન્દુસ્તાનમાં તેને કઈ સ્થળે આઠસોએક રૂપિયાના દરમાયાની નોકરી મળતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust