________________ 234 . આપવીતી પણ જતાં જતાં મને રહેવા સારુ ઝૂંપડી મળી શકશે કે કેમ એ ફરી એક વાર પૂછી જોયું. સ્થવિરે, પોતે વિચાર કરી બીજે દિવસે જવાબ આપશે, કહી મને વિદાય કર્યો. બીજે દિવસે જગ્યા મળી શકે તેમ નથી એમ તેમણે કહેવરાવ્યું. ખલાસ! મારા “ચ” વર્ગના ઉચ્ચારે બધો મામલો બગાડ્યો. હવે બીજે કંઈ શોધ કરી જેવી એમ ધારી કોઈની ઓળખાણથી હું એક ટેકરી પર આવેલા વિહારમાં ગયા. ત્યાં એક મધ્યમ વયનો ભિક્ષુ અને બે ત્રણ નાના ગ્રામસેર રહેતા હતા. તેમણે જગ્યા આપવા હા પાડી, માત્ર જમવાની ગોઠવણ નથી એમ કહ્યું ! ત્યાંથી એક માઈલ છેટે ઈરાવતીને તીરે કેટલીક સંન્યાસિનીઓ રહેતી, અને નદીને ઉપરવાસ એક ગામ પણ હતું. બને તો આ જગ્યાએ રહી મારી સાધના આગળ ચલાવવી એમ મેં ઠરાવ્યું. પંદર વીસ દિવસ તે જેમ તેમ કરીને ચલાવ્યું. પણ ડુંગર ચડવા ઊતરવાની મહેનત અને બરમી કેના તેલમાં વઘારેલા તળેલા પદાર્થો ખાઈ ખાઈ મને એકાએક ભયંકર તાવ ચડ્યો. વળી આ વિહારનું પાણી પણ તદ્દન ગંદુ હતું. એક મોટા હાજમાં વરસાદનું પાણી ભરી લેવામાં આવતું, તે જ બીજું માસું આવે ત્યાં સુધી વપરાતું. નીચે ઊતરવાની મારામાં જ્યાં સુધી શક્ત હતી ત્યાં સુધી તો ઇરાવતીનું જ પાણી હું પીવાને સારુ લઈ આવતો. પણ તાવને લીધે માંદે પડવાથી હાજનું પાણી પીધા વગર છૂટકો ન રહ્યો. એટલે આ પાણીને ઉકાળી ગાળીને પીવા લાગ્યા. તોપણ મારાથી તે પિવાય. નહિ! ચાર પાંચ દિવસ આમ હેરાન થયા બાદ હું આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust