________________ વળી બ્રહ્મદેશ અધકચરી પાલિમાં મને કહે, “તમારા પાલિ ઉચ્ચાર બહુ જ ખરાબ છે. “ચ વર્ગને ઉચ્ચાર સંસ્કૃતના નિયમ પ્રમાણે કરવાને બદલે તમે બરમી ઢબે કરતા જાઓ.” મેં કહ્યું : “મહારાજ, મારા ઉચ્ચાર પ્રમાણે જ સિલોની લોકોના ઉચ્ચાર હોય છે. તેથી બારમી ઉચ્ચાર જ ઉત્તમ છે એમ જ કંઈ ન કહેવાય. પણ ઉચ્ચારની બાબતમાં વાદવિવાદ કરવાનું પ્રયોજન નથી; અર્થ ઉપર નજર રાખીને જ વર્તવું, એવો બુદ્ધગુરુને ઉપદેશx છે. આથી મારા ઉચ્ચાર આપને પસંદ ન હોય તો તે સામું ન જોતાં મારા કહેવાની મતલબ તરફ જુઓ એટલે થયું.' આથી તો પાંડવ સ્થવિર ધૂંઆપૂંઆ થઈ ગયા અને તાડૂકી ઊઠયા: “તમારા અને સિંહલી લોકોના ઉચ્ચાર મળતા આવે એમાં શી નવાઈ? આવા ઉચ્ચારને લીધે જ હિંદી અને સિંહલી લોક બૌદ્ધધર્મથી ભ્રષ્ટ થવા લાગ્યા છે ! હિંદુસ્તાનમાં ઈસ્લામ, ખ્રિસ્તી વગેરે ધર્મોનો પ્રચાર ધમધેકાર વધતો જાય છે, અને બૌદ્ધધર્મ જુઓ તો એકેએક હિંદીએ તજી દીધે છે. સિલોનમાં પણ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર સભેર વધતો જાય છે!' આ સ્થવિર સાથે પાલિ શબ્દોના ઉચ્ચાર વિષે વધારે વાદમાં ઊતરવું વ્યર્થ છે એમ જોઈ મેં તેમની રજા લીધી. * દાખલા તરીકે બરમી લેકે “સચ્ચ” શબ્દને ઉચ્ચાર હિસ્સા” કરે છે. xअत्थं हि नाथो सरणं अवोच न व्यंजनं लोकहितो महेसि / तस्मा अकत्वा. रतिमक्खरेसु अत्ये निवेसेय्य मतिं मुतीमा / - कंखावितरणी * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust