________________ 236 આપવીતી ફરતા જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું ! વિહારમાં આવ્યા પછી મેં તેમને પૂછ્યું: “ગુરુજી, આજે વરસાદ હતું છતાં . આપ ભિક્ષાને સારુ ગયા એ કેમ?' તેમણે જવાબ આપ્યોઃ “આયુષ્મન ! જે હું જાતે ન જાઉં તો વિહારના બધા ભિક્ષુઓને પૂરું થાય એટલું શાકભાજી વગેરે ન મળે. તરુણ ભિક્ષુઓને ગામમાં કોઈ ઓળખતું ન હોવાથી તેમની કેઈ દરકાર કરતું નથી અને નર્યો ભાત આપી તેમને વિદાય કરે છે. તેથી વરસાદ કે કાદવકીચડ છતાં જાતે ભિક્ષા સારુ નીકળું છું. હું ચારે ચીજ જમું અને ભિક્ષુઓ લૂખે ભાત ખાય એ મારાથી કેમ જોવાય?” આ વાત અહીં કહેવાનું કારણ એટલું જ કે, ત્રિલોકાચાર્ય જેટલા કડક હતા તેટલા જ દયાળુ હતા તે વાચકો સમજી શકે. ત્રિલોકાચાર્યની મારા ઉપર પૂરી કૃપા હતી. મને મહેમાન * ગણું તેમણે વહેલા ઊઠવાનો નિયમ મને લાગુ ન પાડયો. વિહારમાંથી વાળવાઝૂડવાનું કામ પણ મને નહોતું આપ્યું. ઉપરાંત ગામના કેટલાક ગૃહસ્થોને ખાસ કહેવરાવી હિન્દી રીત પ્રમાણે બનાવેલાં શાકભાજી મને મળે એવી પણ તેમણે ગોઠવણ કરી ! લગભગ દસ બાર ગૃહસ્થને ઘેર હું જતો અને થોડી થોડી ભિક્ષા લઈ વિહારમાં પાછો આવતે. એક માંડલે શહેરમાં દસ હજાર ભિક્ષુઓ અને ત્યાંના લોકે કંઈ એવા શ્રીમંત નહિ. તેથી ઘણા ભિક્ષુઓને ભિક્ષા મેળવવી મુશ્કેલ થઈ પડતી. સોએક ઘર ફરે ત્યારે માંડ પેટપૂરતો ભાત મળે. નવા ભિક્ષુને તે દાળશાક મેળવવાનું લગભગ અશક્ય જ હતું. . તે પણ હું પરદેશી તેમ જ ન ભિક્ષુ છતાં મને અહીં ઠીક ફાવતું. માંડલેનું પાણું પણ સારું હતું એટલે એકંદરે મને સગાઈ P.P.As. Gunratnasuri M.S. .: Jun Gun Aaradhak Trust