________________ 232 આપવીતી મેં તો સગાઈમાં જ રહેવાનો નિશ્ચય કર્યો. કુશિનારાથી ૧૯૦૪ના ડિસેંબરમાં હું પ્રથમ સગાઈ આવેલા. મેં અને જ્ઞાનત્રિલે કે ત્યાં બે ત્રણ મહિના કાઢયા. ૧૯૦૫ના જાન્યુઆરીમાં જ્ઞાનત્રિલોક રંગૂન પાછો ગયો. આ જ અરસામાં મને જમવાની વધુ ને વધુ મુશ્કેલી પડવા લાગી. અમને અન્ન આપનારી સંન્યાસિનીઓ ત્યાંથી ધીરે ધીરે બીજે ઠેકાણે ગઈ આ સ્ત્રીઓ અને કેટલાક ભિક્ષુઓ અહીં શિયાળો ગાળવા પૂરતા જ આવી વસે છે. શિયાળામાં આ પ્રદેશ સુખકારી લાગે છે. ટાઢને ઝાઝો ત્રાસ હોતો નથી. પણ ઉનાળે થયો કે અહીંના ખડકે તાપને લીધે ધખી ઊઠે છે અને ભારે ત્રાસ થવા લાગે છે. પાણીની પણ ખૂબ હાડમારી હતી. અમારા વિહારના એક બે ભિક્ષુ સિવાય બાકીના માર્ચ મહિનાના અરસામાં બીજી તરફ ગયા અને જે બાકી રહ્યા તેમને ભિક્ષા સારુ સગાઈ શહેરમાં જવું પડતું. અમારા વિહારથી શહેર અઢી ત્રણ માઈલ હતું. ત્યાં પણ ઘેર ઘેર ફરીને પૂરતું અન્ન મેળવતાં મુશ્કેલી પડતી અને જવાઆવવાનો થાક પણ મારાથી સહન થઈ શકે એમ નહોતો. અમારી પડોશમાં પાંડવ સ્થવિર વિહાર હતો. ત્યાં મને એક નાની ઝૂંપડી મળે એમ હતી અને તે સ્થવિરના અનેક શિષ્યો હોવાથી જમવાને લગતી હાડમારી પણ મટે એમ હતું. ઉપરાંત, સ્થવિર અને તેના શિષ્યો શાકાહારી હતા અને બધું અન્ન વિહારમાં જ રંધાતું. તેથી મેં સ્થવિર પાસે જઈ આશ્રયને માટે પૂછયું. આ સ્થવિર પાલિભાષાના જ્ઞાનમાં ખૂબ પંકાતા. પણ મારી પાલિભાષા તેને સમજાય નહિ, અને છતાં એ વાત કબૂલ કરવી તેને ગમે નહિ ! આથી તે ગુસ્સે થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust