________________ 230 . આપવીતી પ્રમાણે અમે જુદી જુદી જગ્યાએ બેસી ધ્યાનની શરૂઆત કરી. બે દિવસ પછી અમારો અનુભવ આચાર્યને જણાવવાનો હતો. અમારા વિહારની આગળની બાજુએ એક ખૂબ ઊંચી ટેકરી હતી અને તે ટેકરીની ટોચ ઉપર એક નાની શી ભાગલી ગુફા હતી. ત્યાં જઈને હું આખો દિવસ ધ્યાન કરતો. અહીંથી નીચે ઇરાવતી નદીને મેટ પટ અને તેની આસ-- પાસને રમણીય પ્રદેશ દેખાતો. સૂર્યાસ્તને વખતે પણ અહીંથી અત્યંત સુંદર દેખાવ જોવા મળતો.. જ્ઞાનત્રિલોક બીજે આવે જ ઠેકાણે બેસતા. પણ તેનું ચિત્ત ધ્યાનમાં ચેટે નહિ. અરહું ને “અ” તેની આંખ આગળ બરાબર ઠરે. પણ ર” આંખ સામે લાવતાની સાથે જ “રને પૂછડાં ફૂટી તેના સર્પ બની જાય અને પછી ધ્યાનમાં વિઘા આવે ! માત્ર મને આ શબ્દનું ધ્યાન બરાબર કરતાં આવડયું. આચાર્યને અમે અમારે અનુભવ કહ્યો, એટલે તેમણે અમને પછીનું પગલું બતાવ્યું. તે એમ હતું કે, આંખો મીંચીને આ શબ્દ ઉપર ધ્યાન કરતાં કરતાં જે જે કંઈ દેખાવો દેખાય તેનું બરોબર અવલોકન કરી તે અમારે આચાર્યને કહેવા. મારી આંખ આગળ શરૂઆતમાં તો બે ધોળાં કમળ અને પાછળથી આથમતો સૂર્ય દેખાવા લાગ્યાં. આચાર્યે આ દેખાવ સારા છે એમ કહી તેને ઉપર જ ધ્યાન કરવાનું ચાલુ રાખવા કહ્યું. પણ જ્ઞાનત્રિલોકની આંખ આગળ દેખાવો કેમે કર્યો કરે નહિ અને તે સારા પણ ન હતા. કોઈ કોઈ વાર તેને ખાવાની વસ્તુ દેખાય, તે કઈ વાર સર્પ દેખાય ! તે વખતે જમવાની બાબતમાં અમારે વેઠવું પડતું અને એકંદર સંજોગોથી તેનું ચિત્ત જરા ભ્રમિત જેવું થઈ ગયું હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust