________________ 194 આપવીતી ધર્મશાળા છોડી. બુદ્ધના મંદિરની પાછળના ખંડેરમાં ઊગેલું એક જંગલી ઝાડ હતું તેની નીચે ડીએક જગ્યા સાફ કરી હું ત્યાં રહેવા લાગ્યો. એક દિવસ તો કયા ગામમાં જઈ એક વકીલને ઘેરથી ભિક્ષા લાવ્યા. પણ બીજા દિવસથી મહાવીર ભિક્ષુએ મારું ભેજન હું જ્યાં બેઠો હતો ત્યાં મેકલવા માંડ્યું. આમ ભિક્ષા મેળવવાની ફિકર રહી નહિ. ૧૯૦૪ના જાન્યુઆરીની ૨૫મી તારીખે હું કુશિનારા પહોંચ્યા હતા. એક બે અઠવાડિયાં ધર્મશાળાની ઓરડીમાં ગાળ્યાં. અને બીજા બે અઢી મહિના પેલા ઝાડ નીચે ગયા. મારી જિંદગીને એકાંતવાસમાં ગાળેલા પહેલા દિવસે તે આ જ. ભગવાન બુદ્ધ ભયભૈરવ સૂત્રમાં કહેલા ભયભૈરવને મેં આ ઠેકાણે પહેલી જ વાર અનુભવ કર્યો. આ સૂત્રમાં ભગવાન બુદ્ધ કહે છે, “હે ભિક્ષુઓ! હું ચૌદશ, અમાસ, પૂનમ અને આઠમને દિવસે, જ્યાં ભૂતપિશાચાદિને બહુ ભય હોય છે એમ કહેવાય છે, ત્યાં જઈને રહે. રાતે એકાદ મોર ઝાડ ઉપરથી સૂકી ડાંખળી નીચે પાડતો હોય, એકાદુ જાનવર નજીક આવતું હોય અથવા તો પવનથી ઝાડનાં પાંદડાં ખડખડે તેવા જ મારા શરીરમાં ભયનો સંચાર થતો. તે વખતે જો હું અહીંથી તહીં ફરતો હોઉં તે ફરતાં ફરતાં જ તે ભયની નાશ કરતો. ઊભો હોઉં ને મને બીક લાગે તો ઊભાં ઊભાં જ હું બીકનો નાશ કરતે; બેઠે હોઉં ને બીક મારી પાસે આવે તો હું બેઠાં બેઠાં તે બીકનો નાશ કરતો, અને બિછાનામાં પડ્યો હોઉં ને જે મને ભય લાગે તો તે જ સ્થિતિમાં હું તેનું દમન કરતો.” આ અને એવાં જ બીજાં સૂત્રોમાં કહેલી બાબતોનો અનુભવ લેવાની મને અહીં તક મળી. રાતે નેળિયા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust