________________ 198 કે આપવીતી : અંતે તેમનામાં ઈજનેરનું કામ કરી પેન્શને પહોંચેલ એક ગૃહસ્થ હતા તેમણે ધર્મપાલને કહ્યું, “અમારા લોકોને જૂના ઈતિહાસની વાત કરવામાં કશો સાર નથી. તમે અમેરિકા, જાપાન, વગેરે દેશ ફરી આવ્યા છે, ત્યાંના લોકો વિષે તેમ જ ઉદ્યોગધંધાઓ વિષે કંઈ માહિતી આ લોકે આગળ કહેશે તો તેનો કંઈકે ઉપયોગ થશે.” ધર્મપાલે તેમ કરવાની હા કહી, એટલે તે ગૃહસ્થ માટીના ટેકરા ઉપર ચડી ગયા અને પ્રાસ્તાવિક ભાષણ કરી છાતૃસમુદાયને ધર્મપાલની ઓળખાણ કરાવી. પછી ધર્મપાલે આપેલું ભાષણ તેણે હિન્દીમાં સમજાવ્યું. પણ તેનું પરિણામ જેવું જોઈએ તેવું ન થયું એમ મારું માનવું છે. છતાં ઘોંઘાટ કર્યા વગર લોકોએ સાંભળ્યું એ જ .. અહોભાગ્ય ! - જે દેશમાં બૌદ્ધધર્મને પ્રચાર થયો, જ્યાંના લેકેએ ચીન વગેરે હિન્દ બહારના દેશમાં પણ તે ધર્મની ધજા ફરકાવી, તે જ દેશના લોકોનું આવું શોચનીય અજ્ઞાન જઈને મારું મન ઉદાસ થઈ ગયું. બૌદ્ધધર્મના તેમના અજ્ઞાનનું તો કંઈ નહિ, પણ બીજી બાબતોમાં પણ મહારાષ્ટ્ર કે બંગાળ કરતાં કાશી, કુશિનારી વગેરે પ્રદેશના લેકે અત્યંત પછાત છે. તળ કાશીમાં જે થોડાઘણા શાસ્ત્રી પંડિત છે તેટલા જ. પણ કાશી છોડી બે ચાર માઈલ પણ બહાર નીકળે કે ગામડાંઓમાં નવું અજ્ઞાન જ અજ્ઞાન વ્યાપી રહ્યું છે. આ દશ બાર વર્ષમાં કંઈ સુધારો થયો હોય તે પ્રભુ જાણે, પણ હું જ્યારની વાત કરી રહ્યો છું તે વખતે તો આપણું બાજુના કરતાં ઉત્તર હિન્દુસ્તાનના લોકે અતિ પછાત હતા. અને મેટાં મોટાં ગામમાં પણ પ્રાથમિક કેળવણીની સુધ્ધાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust