________________ 210 આપવીતી થાય એટલા સારુ આપેલ છે. જાપાનમાં બૌદ્ધ ભિક્ષુઓ વિદ્યાના પ્રચાર માટે ખૂબ મહેનત લે છે. “સિંગાનજી' નામના બૌદ્ધપંથના ધર્માધિકારીએ ખુદ પિતાના દીકરાને જ્ઞાન મેળવવા માટે વિલાયત મેકલ્યો છે. પરંતુ આપના શિષ્ય ગૃહત્યાગ કરી સંન્યાસી બનીને ખેતરનાં રોપાં સિવાય બીજું કંઈ જ કામ કરતા હોય એમ દેખાતું નથી! તે પણ જાણે કે ઠીક, પણ આ આપના રહેઠાણના સ્થળમાં ગરીબ લેકોને સારુ એક હિન્દી નિશાળ પણું નથી! આ સ્થિતિ શોચનીય નથી? જાપાન, યુરોપ, અમેરિકા વગેરે દેશોના શ્રીમંત લોકે આ સ્થળ જોવા આવે છે, તે વખતે અહીંના લોકો તેમની પાસે હાથ લાંબો કરી ભીખ માગે છે અને પેટ ફૂટી તેમને પગે પડે છે, તેમની આગળ લાંબા થઈ સૂઈ જાય છે, આ બધું આપણને હિન્દી લોકોને અત્યંત શરમભરેલું લાગવું જોઈએ. ખાસ કરીને આપ અહીંના કુલમુખત્યાર કહેવાઓ છે, તે પછી આ છોકરાઓના વર્તનની ઘણું જોખમદારી આપના જ ઉપર આવે છે; એ ઉપર હું આપનું ધ્યાન ખેંચું છું' આવી મતલબની વાતચીત ઘણી વાર સુધી થઈ. મહંતને - મારા કહ્યાનું જરાય ખોટું ન લાગતાં મારી સૂચના વિષે પિતાની અનુમતિ જ દર્શાવી. પિતે એકાદ નિશાળ ઉઘાડવામાં મદદ કરશે; છેવટે એ બાબત વિચાર તો કરશે જ, એમ તેણે કહ્યું. પણ લગભગ મહિને વીત્યા છતાં તેણે હા કે ના કંઈ જ જવાબ ન વાળ્યા. અંતે બેઝ નામે એક સરકારી રખેવાળ તે વખતે ત્યાં હતો તેને મેં આ બાબત મહંત પાસે પૂછપરછ કરવા કહ્યું. તપાસને અંતે મહંતે જે ખુલાસો કર્યો તે આ પ્રમાણે" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust