________________ બૌદ્ધક્ષેત્રોની યાત્રા 217 આણ વર્તાવતો હોવો જ જોઈએ; તેથી આવા માણસના માલની ચોરી વગેરે કરીને જે તેના ગુનામાં આવીશું, તો તે તે કદાચ કોક દિવસ બધી મહાભયંકર દેવતાઓને ગામ ઉપર છેડી મૂકે અને પરિણામે ગામમાં ગમે તે રોગચાળો ફાટી નીકળી ગામ બધું ખેદાનમેદાન થઈ જાય એમાં શી નવાઈ? આવી જ બીકથી ડરીને ગામના લેકે મારી સાથે અત્યંત નમ્રતાથી વર્તતા અને મારા ગુનામાં આવ્યાથી આફત આવશે એમ માનતા! ' મહાવીર ભિક્ષુનો પેલો બ્રાહ્મણ ભિક્ષુ શિષ્ય આંખે આંધળે થયો. બંને આંખમાં મેતિયા આવવાથી તેની આંખો એકદમ જવા જેવી થઈ ગઈ. તેને કયા લઈ જઈ ત્યાંના બંગાળી દાક્તર પાસે મેં તેની આંખો તપાસાવડાવી. તેણે કહ્યું કે, “આંખમાં મોતિયા આવ્યા છે અને તે ઉતારવા સારુ એમને ગોરખપુર લઈ જવા જોઈશે.' આથી એક છોકરે, હું અને તે * વૃદ્ધ ભિક્ષ એમ અમે ત્રણ જણ ગોરખપુર ગયા. કમનસીબે જે દાક્તર મોતિયાના કામને સારુ પંકાતે તેની ત્યાંથી બદલી થઈ ગઈ હતી અને તેની જગ્યાએ બીજો એક સિવિલ સર્જન આવ્યો હતો. સંયુક્ત પ્રાંતમાં ઇસ્પિતાલો કેવી ગંદી હોય છે તે હું અગાઉના એક પ્રકરણમાં વર્ણવી ગયો છું. આ ઈસ્પિતાલમાં પણ રોગીઓની બહુ ગેરવ્યવસ્થા હતી. આ તરફના લોકેં પણ ભારે અનાડી. એકને બીજાનું રાંધેલું ખપે નહિ. બ્રાહ્મણ રસોઈયે રાખ્યો હોય તો પણ તેના હાથનું રાંધેલું ન ખાનાર તેના જ જાતભાઈઓ ચેડા નીકળે. આથી જ્યાં ને ત્યાં ચૂલા માંડીને ઇસ્પિતાલમાં ગંદકી કરી મૂકેલી. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust