________________ 222 આપવીતી પણ પેલા વૃદ્ધ ભિક્ષુને ગોરખપુર મૂકી આવે તેથી તેને ખાતર મારે વધુ દિવસ ન ભાંગતાં ઉતાવળે પાછા જવું જોઈએ એમ કહી મેં તેને મનાવ્યો; પણ નેપાળની તરાઈમાં મને * ખૂબ હાડમારી પડશે એમ જાણી તેણે પિતાના વસવાયામાંથી એક વાળંદને મારી જોડે મોકલ્યો. બાબુએ વાળંદને સીધુંસામાન તથા વાટખરચી માટે એક રૂપિયે પણ આ. અહીંથી કપિલવસ્તુવાળી જગ્યા સાત માઈલ થાય; પણ તે સ્થાન વેરાન હોઈ તેના ઉપર શાલવૃક્ષનું જંગલ ઊગી ગયું છે. પાસે જનિશ્લિવા નામનું એક ગામ વસ્યું છે. આ ગામની પાસે અશોકે કોણગમન બુદ્ધના સ્મારક તરીકે બંધાવેલે એક પથ્થરને સ્તંભ ભાંગીને પડ્યો છે. આને અહીંના લોકે નિગાલી કહે છે, અને તે ઉપરથી જ આ ગામનું નામ નિશ્લિવા પડ્યું છે. સેહરતગંજથી બે માઈલને છેટેથી નેપાળની સરહદ શરૂ થાય છે. અને ત્યાંથી પાંચ માઈલ ઉપર આ નિશ્કિવા ગામ આવેલું છે. પણ નેપાળની તરાઈમાં રસ્તા એટલા તે ખરાબ કે કંઈ કહેવાની વાત નહિ. ખેતરમાં નાના નાના બંધ ઉપર થઈને ચાલવાનું. આ વખતે ખેતરમાં ખૂબ * પાણું ભરાયાં હતાં. થોડુંક ચાલીએ ને બંધ તૂટી તણાઈ ગર્યો હોય એટલે પાણીમાં થઈને ચાલવું પડે. આવા વિકટ માર્ગને લીધે અમે સેહરતગંજથી વહેલા નીકળ્યા હતા છતાં સૂર્યાસ્તને અર્ધો કલાક બાકી હશે ત્યારે નિશ્મિવા પહોંચ્યા. મારાં પીળાં વસ્ત્રો જોઈને ત્યાંના લોક કઈ અમને ઊભા પણ રહેવા ન દે. છેવટે પેલો વાળંદ કહે, “તમે આ લોકે પાસે કંઈ માગવું કે કહેવું રહેવા દે, હું જાતે જઈને પેલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust