________________ 226 આપવીતી અહીં રહેતો હતો. તેણે ભીંત ઉપર કાઢેલ કેટલાંક ચિત્રો અને લખેલા મંત્રો મેં જોયા. માયાદેવીની મૂર્તિ તદ્દન ખંડિત થઈ . ગઈ છે, તો પણ બૌદ્ધ પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણે બુદ્ધ જન્મને દેખાવ આ મૂર્તિમાં દેખાડવામાં આવ્યો છે. બ્રહ્મા જાતે આવી જન્મેલા બાળકનું ગ્રહણ કરે છે, ઈટ બનાવો આ મૂર્તિમાં કરેલા છે. પણ દુઃખની વાત તો એ છે કે આજે આને લંબિન્દવી નામ આપી એના મેં આગળ લોકે પશુઓના ભોગ ચડાવે છે ! હું ગમે ત્યારે મંદિરની બહારની જગ્યા બધી લેહીથી તરબોળ હતી ! આ દેખાવ જોઈ મને કમકમાટી છૂટી અને ચિત્ત ઉદ્વિગ્ન થઈ ગયું. જેણે દુનિયાનાં દુઃખોનું શમન કરનાર અને પ્રાણીમાત્રને વિષે કરુણા બતાવનાર હિંદુસ્તાનના શ્રેષ્ઠ પુરુષને જન્મ આપ્યો, તે જ દયાળુ માતાની મૂર્તિ આગળ સેંકડે મૂગાં પ્રાણીઓનો ભેગ અપાય, એના જેવું અજ્ઞાન, અવિચાર કે દુઃખદાયક વાત બીજી કઈ હોય? પણ આ સ્થિતિ બદલવાનો કશે જ ઉપાય મારા હાથમાં નહોતો. અને તેથી ચિત્તક્ષેભથી કશું જ ફળ નીપજે એમ નહોતું. તેથી ફરી એક વાર આ સ્થળને નિહાળી, જેમતેમ મનનું સાંત્વન કરતો હું લુબિન્દવી ગામમાં ગયે. લુંબિદેવીમાં કોને ઘેર જ, અને પછીની મુસાફરી કેવી રીતે કરી, એ મને બિલકુલ યાદ નથી રહ્યું. આનું કારણ એ કે માયાદેવીના મંદિર આગળ જોયેલ દેખાવ મારા મનમાંથી કેમે કર્યો ખસે નહિ. અને તેથી એક જાતનું નિરાશામય દુઃખ મને થયા કરતું. ભગવાનપુરથી ઉસ્કાબજાર સુધી વાળંદ અને હું પગરસ્તે ચાલતા આવ્યા. વાળંદ પાસેના પૈસા કે સીધાસામગ્રીમાંથી કંઈ જ વપરાયું નહોતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust